Abtak Media Google News
  • લોકસભા પહેલા ચૂંટણી પંચ એક્શનમાં, ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી : કુલ 6 રાજ્યોના ગૃહ સચિવો બદલવા સરકારને આદેશ કર્યો

લોકસભાની ચૂંટણીને લઈને આ વખતે ચૂંટણી પંચ અલગ રીતે જ એક્શન મોડમાં છે. ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ આપી દીધો છે.

લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે.  6 રાજ્યોના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા છે.  તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.  આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે.

છુંટણી પંચનું કહેવું છે કે ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.  ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે લોકસભા ચૂંટણી 2024 સમાન સ્તરે યોજવામાં આવશે.

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને રાજ્યની 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ફરજ પરથી હટાવી દીધા હતા. આ સાથે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલની સાથે એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે.  આ સાથે મિઝોરમ અને હિમાચલ પ્રદેશના જીએડી સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે.  દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 4 જૂને આવશે.  16 માર્ચે ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કરીને ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમારે મતદારોને ખાસ અપીલ કરી હતી અને શક્ય તેટલું વધુ મતદાન કરવા વિનંતી કરી હતી.  તેમણે કહ્યું હતું કે મતદારો તેમના ઇપીઆઇસી નંબર પરથી બૂથ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે.  દેશભરમાં 43 દિવસ સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે. જ્યારે નવી સરકારની જાહેરાત 4 જૂને થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.