Abtak Media Google News

રાજકોટ શહેરના પ્રભારી તરીકે પ્રકાશભાઇ સોની અને જીલ્લાના પ્રભારી તરીકે ધવલ દવેની નિયુકિત ધનસુખ ભંડેરીને જુનાગઢ જીલ્લા, કશ્યપ શુકલને કચ્છ અને ડો.ભરત બોધરાને અમરેલી જીલ્લાનો હવાલો

લોકસભાની સામાન્ય ચુંટણીના આડે હવે માત્ર 10 મહિનાનો સમય બાકી રહ્યો છે. રાજયમાં સતત ત્રીજી વખત લોકસભાની તમામ ર6 બેઠકો જીતવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આજે અમદાવાદ ખાતે ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. દરમિયાન ચૂંટણી પૂર્વ સંગઠન માળખાને વધુ મજબુત બનાવવા માટે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા 33 જિલ્લા અને આઠ મહાનગરોના સંગઠન પ્રભારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેર ભાજપના પ્રભારી તરીકે પ્રકાશભાઇ સોનીની નિયુકિત કરવામાં આવી છે. જયારે જિલ્લા ભાજપના પ્રભારી તરીકે ધવલભાઇ દવેની નિમણુંક કરાય છે. જામનગર શહેરના  પ્રભારી તરીકે પલ્લવીબેન ઠાકર, જામનગર જીલ્લાના પ્રભારી તરીકે ભાનુભાઇ મેતા, દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રભારી તરીકે મહેન્દ્રસિંહ સરવૈયા, મોરબી જીલ્લાના પ્રભારી તરીકે ડો. હિતેશ ચૌધરી, જુનાગઢ શહેરના પ્રભારી તરીકે નીમુબેન બાંમણીયા, જુનાગઢ જીલ્લાના પ્રભારી તરીકે ડો. ધનસુખ ભંડેરી, ગીર સોમનાથ જીલ્લાના પ્રભારી તરીકે રઘુભાઇ હુંબલ, પોરબંદર જિલ્લાના પ્રભારી તરીકે પ્રદિપભાઇ ખીમાણી, અમરેલી જીલ્લાના પ્રભારી તરીકે ડો. ભરત બોધરા ભાવનગર શહેરના પ્રભારી તરીકે ચંદ્રેશેખર દવે, ભાવનગર  જીલ્લાના પ્રભારી તરીકે બ્રિજરાજસિંહ ઝાલા, બોટાદ જિલ્લાના પ્રભારી તરીકે વંદનાબેન મકવાણા અને સુરેન્દનગર જિલ્લાના પ્રભારી તરીકે હિંમતભાઇ પડશાળાની નિમણુંક કરવામાં આવી છે.

ડાંગ જિલ્લાના પ્રભારી તરીકે રાજેશભાઇ દેસાઇ, વલસાડ જિલ્લાના પ્રભારી તરીકે મહેન્દ્રકુમાર પટેલ, નવસારી જિલ્લાના પ્રભારી તરીકે જનકભાઇ પટેલ, સુરત શહેરના પ્રભારી તરીકે શિતલબેન સોની, સુરત જિલ્લાના પ્રભારી તરીકે ઉષાબેન પટેલ, તાપી જીલ્લાના પ્રભારી પદે માધુભાઇ કથીરીયા, ભરુચ જિલ્લાના પ્રભારી તરીકે અશોકભાઇ પટેલ, નર્મદા જિલ્લાના પ્રભારી તરીકે મહેશભાઇ પટેલ, વડોદરા શહેરના પ્રભારી તરીકે ગોરધનભાઇ ઝડફીયા, વડોદરા જિલ્લાના પ્રભારી તરીકે રાજેશભાઇ પાઠક, છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી પદે રમેશભાઇ ઉકાણી, પંચ મહાલ જિલ્લાના પ્રભારી તરીકે સંજયભાઇ પટેલ, મહિસાગર જિલ્લાના પ્રભારી તરીકે રાજેશભાઇ પટેલ, દાહોદ જિલ્લાના પ્રભારી તરીકે સતિષભાઇ પટેલ, આણંદ જિલ્લાના પ્રભારી તરીકે રાકેશભાઇ શાહ, ખેડા જિલ્લાના પ્રભારી તરીકે પંકજ ચૌધરી, કર્ણાવટી શહેરના પ્રભારી તરીકે ઝવેરીભાઇ ઠકરાર, અમદાવાદ જીલ્લાના પ્રભારી તરીકે સુરેશભાઇ ચૌધરીની નિમણુંક કરવામાં આવી છે.

જયારે ગાંધીનગર શહેરના પ્રભારી તરીકે નૌકાબેન પ્રજાપતિ, ગાંધીનગર જિલ્લાના પ્રભારી તરીકે અશોકભાઇ ચૌધરી, સાબરકાંઠા જીલ્લાના પ્રભારી તરીકે ગજેન્દ્રભાઇ સકસેનાની  અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે રાજુભાઇ શુકલ, મહેસાણા જિલ્લાના પ્રભારી તરીકે વર્ષાબેન દોશી, પાટણ જિલ્લાના પ્રભારી તરીકે જગદીશભાઇ પટેલ, બનાસકાંઠા જિલ્લાના પ્રભારી તરીકે જયંતિભાઇ કવાડીયા, અને કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે કશ્યપભાઇ શુકલની નિયુકિત કરવામાં આવી છે.

તમામ સંગઠન  પ્રભારીઓ આગામી દિવસોમાં તેઓને ફાળવવામાં આવેલા જિલ્લાનો પ્રવાસ કરશે અને સંગઠન માળખાને વધુ મજબુત બનાવવા માટેની કામગીરી હાથ ધરી લેશે.

નવ વર્ષ બેમિસાલ અંતર્ગત

ભાજપ દ્વારા 30મીથી મહા જનસંપર્ક અભિયાન: ડોર ટુ ડોર સંપર્ક કરાશે

કેન્દ્ર સરકારે  નવ વર્ષમાં કરેલી કામગીરી લોકો સુધી પહોચાડવા 51 જનસભા યોજાશે

કેન્દ્રની મોદી સરકાર આગામી 30મી મેના રોજ નવ વર્ષ પૂર્ણ કરી રહી છે. ત્યારે ભાજપ દ્વારા આ અવસરની શાનદાર ઉજવણી કરવામાં આવશે 30મીથી સતત એક મહિના સુધી મહા સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહે વાઘેલાએ જણાવ્યું કે 2014ના ચુંટણી ઢંઢેરામાં ભાજપાએ આપેલ તમામ વચનો છેલ્લા નવ વર્ષમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પૂર્ણ કર્યા છે.રામ મંદિરનું નિર્માણ હોય, કાશ્મીરમાંથી કલમ 370 અને અનુચ્છેદ 35-એ દુર કરીને કાશ્મીરને ભારત સાથે જોડવાની વાત હોય,આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની ઝીરો ટોલરન્સની નીતિ હોય, પાડોસી દેશો સાથે સંબધોની વાતો હોય, મજબુત વિદેશ નીતિ થકી દેશને સુરક્ષિત કરવાની વાત હોય, ગરીબ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ હોય, મહિલા સુરક્ષા તેમજ સશક્તિકરણ અને યુવાનોને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ આપવાની અને રોજગારની વાત હોય, વીજળી વગરના હજારો ગામોમાં પ્રકાશ પાથરવાની વાતો હોય કે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડમૂળથી ફેરફાર કરવાનો હોય,પાછલા નવ વર્ષમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી  ના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી  થઈ છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીની આગેવાનીમાં ભાજપની યોજના અનુસાર 30મી મેથી રાષ્ટ્રવ્યાપી મહા જનસંપર્ક અભિયાનનો શુભારંભ થવા જઈ રહ્યો છે.  મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત  પ્રદેશ કક્ષાએ પ્રદેશના પદાધિકારીઓ બૃહદ પત્રકાર પરિષદનું આયોજન કરશે.તે પછી ક્રમશ: જીલ્લા મહાનગર સ્તરે જીલ્લા અધ્યક્ષ અને સાંસદઓ પત્રકાર પરિષદને સંબોધશે.કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા થયેલ વિકાસ કામોને સ્થળ પર પહોચીને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવશે. સ્થાનિક નાગરિકો સાથે તે અંગે વાર્તાલાપ કરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ જનસભાનું આયોજન કરવામાં આવશે.નવ વર્ષ બેમિસાલ અંતર્ગત ઘર-ઘર સંપર્ક કરવામાં આવશે. આ સમગ્ર અભિયાન સમગ્ર દેશ તેમજ રાજ્યમાં એક મહિના સુધી ચાલશે.કેન્દ્રીય ભાજપની યોજના મુજબ 51 જેટલી જનસભાઓનું આયોજન સમગ્ર દેશભરમાં કરવામાં આવ્યું છે.દરેક લોકસભા ક્ષેત્રમાં વિવિધ સંગઠનલક્ષી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભા તેમજ મંડળ સહ સંમેલનોનું આયોજન કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રના વિશિષ્ઠ  આગેવાનઓની યાદી બનાવીને નેતૃત્વ દ્વારા તેમનો સંપર્ક કરીને વાર્તાલાપ કરવામાં આવશે.

પોતાનો રીપોર્ટ કાર્ડ પ્રજા સમક્ષ લઇ જવાની ભાજપની કાર્ય પદ્ધતિ રહી છે. 2019માં પણ દેશ સમક્ષ કરેલા કામોનું સરવૈયું લઈને ગયા હતા અને હવે ફરીથી એક વખત 2024ની લોકસભા ચુંટણીની પહેલા પ્રજા સમક્ષ ભાજપે કરેલા કાર્યોનો હિસાબ લઈને  જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.