Abtak Media Google News

પ્રમુખ, બે ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના હોદાઓ માટે ધારાશાસ્િઓ કરશે મતદાન

 

સુરેન્દ્રનગર વકીલ મંડળના પ્રમુખ, બે ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજાશે,તા. 3જી ડિસેમ્બરથી ઉમેદવારી ફોર્મનું વિતરણ શરૂ થશે.સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણી કાયમ રસાકસીભરી રહે છે. ત્યારે આગામી વર્ષ 2023 માટેના હોદ્દેદારોની ચૂંટણી તા. 16મી ડિસેમ્બરે જાહેર થઈ છે. જેમાં પ્રમુખ, 2 ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી સહિતના હોદ્દાઓ માટે ધારાશાસ્ત્રીઓ મતદાન કરશે. ચૂંટણીમાં ફોર્મ વિતરણ તા. 3જી ડિસેમ્બરથી શરૂ થનાર છે.

ગુજરાત રાજય બાર કાઉન્સીલ દ્વારા આગામી વર્ષ 2023 માટેના વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણીની જાહેરાતો કરી દેવાઈ છે. ત્યારે સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણી તા. 16મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. સુરેન્દ્રનગર વકીલ મંડળની દર વર્ષે યોજાતી ચૂંટણી ભારે રસાકસીભરી રહેતી હોય છે. ત્યારે આ વર્ષે પણ ચૂંટણી જાહેર થતા અત્યારથી જ ઉમેદવારો પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે.

સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે કે.કે.રામાનુજ અને સહ ચૂંટણી અધિકારી તરીકે દેવેન્દ્રસીંહ રાણાને મુકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર વકીલ મંડળમાં અંદાજે 400 આસપાસ વકીલો નોંધાયેલા છે. આ વકીલો તા. 16મી ડિસેમ્બરે વર્ષ 2023 માટેના પ્રમુખ, મહિલા ઉપપ્રમુખ, પુરૂષ ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરીના પદના ઉમેદવારો માટે મતદાન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.