Abtak Media Google News

 

દાણચોરીનો કીમિયો જોઈને કસ્ટમ પણ દંગ રહી ગયું, કમરના બેલ્ટમાં 23 કિલો સોનાની પેસ્ટ છુપાવી હતી

 

અમદાવાદ એરપોર્ટ ઉપર કમરના બેલ્ટમાં રૂ.13 કરોડની કિંમતની 23 કિલો સોનાની પેસ્ટ છુપાવીને શારજહાથી આવેલા 3 શખ્સોને કસ્ટમ્સે પકડી પાડ્યા છે. આ તમામની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરીના અવારનવાર બનાવો સામે આવે છે. આજે ફરી એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું સોનું ઝડપાયું છે. શારજહાથી આવેલા મુસાફરો પાસેથી 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે. કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટે ચેકિંગ દરમિયાન મુસાફરો પાસેથી સોનું ઝડપી પાડ્યું છે.

એરપોર્ટ પરથી ગેરકાયદેસર સોનું લાવનાર 3 મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. આ મુસાફરો શારઝહાથી સોનાની પેસ્ટ બનાવી સોનું લાવ્યા હતા. મુસાફરોની આ મોડસ ઓપરેન્ડી જોઈને ખુદ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. આ મુસાફરો કમરના બેલ્ટમાં 23 કિલો સોનાની પેસ્ટ લઈને આવ્યા હતા. તેઓએ કમરના બેલ્ટમાં સોનું છૂપાવ્યું હતું. આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે.

ભારતીય બજારોમાં આ સોનાનો ભાવ આશરે 13 કરોડ રૂપિયા થાય છે. ધરપકડ કરી ત્રણેયની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. સોનું અમદાવાદમાં કોને આપવાનું હતું તે મુદ્દે પણ તપાસ હાથ ધરાશે. સોનામાં કિલોએ 3 લાખનો તફાવત હોય છે તેથી દાણચોરી વધી રહી છે. સોનાની પેસ્ટને પાઉડરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદે લવાતું સોનું ઝડપવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.