Abtak Media Google News

 

અબતક,

બી.એમ.ગોસાઈ, લોધીકા

સમગ્ર ગુજરાતમાં તા. 19/12 ના રોજ ગ્રામ પંચાયતના સરપંચની સામાન્ય ચૂંટણી યોજાયેલ જેમાં લોધિકા તાલુકાના 38 ગામોમાંથી 36 ગ્રામપંચાયત નો સામાવેલ થયેલ જેમાંથી 12 ગ્રામપંચાયતો સમરસ જાહેર થયેલ અને 24 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવામા આવેલ જેને આજે એક મહિના જેવો સમય થવા જઈ રહેલ છે અને લોધીકા તાલુકા માં  ચુંટાયેલા સરપંચો તેમજ બિનહરીફ    તેમજ સમરસ થયેલ સહિત ની લોધીકા તાલુકા ની 36 ગ્રામપંચાયતો ના સરપંચશ્રીઓ ને ચાર્જ સંભાળવા ની તારીખ જાહેર કરવામાં આવેલ છે સાથે સાથે તમામ  36 ગ્રામપંચાયત ના ઉપસરપંચ ની ચુંટણી ની તારીખો જાહેર થયેલ હોય આગેવાનો દ્વારા ઉપસરપંચોની ચુંટણી ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે લોધીકા તાલુકા  પંચાયત  TDO  દ્વારા તા. 18/1/2022 ના રોજ  સવારના 11 થી સાંજના 4  વાગ્યા ના સમય દરમિયાન તાલુકા ની 36 ગ્રામપંચાયતો મા નવનિયુક્ત સરપંચો ને ચાર્જ સંભાળવા ની કાયેવાહી તેમજ ઉપસરપંચ શ્રીઓની ચુંટણીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.