Abtak Media Google News

આફ્રિકાની સૌથી વધુ 50 ધનિકોની યાદીમાં સમાવેશ

 

અબતક

કિરીટ રાણપરીયા, ઉપલેટા

જી હા કોઈપણ મનુષ્ય જીવનમાં સંઘર્ષ કરે તો શું ન કરી શકે. આજે આફ્રિકા દેશના ટોચના ઉદ્યોગપતિઓ માં જેમની ગણના થાય છે તેવા કચ્છ સાથે અટુત નાતો ધરાવનાર અને આફ્રિકામાં ગુરૂના નામથીપ્રખ્યાત ઉધોગપતિ  નરેન્દ્ર રમેશચંદ્ર રાવલ એટલે સંઘર્ષનું બીજું નામ મોરબી નજીક આવેલ મથક ગામના આ અભ્યાસ અર્થ આવેલ સાથોસાથ ભગવાન પ્રત્યેનો હેતભાવ બહુ જ હતો એક સમયે ઠાકોરજીના થાળ બનાવનાર ભક્તને ફેક્ચર થતાં સંતોની આજ્ઞા થાળ બનાવવાની જવાબદારી તેમના શિરે આવતાં ભગવાનને ભાવતા ભોજનીયા જમાડતા અને તેમની સેવાની નોંધ મંદિર સાથે ઠાકોરજીએ પણ લીધેલ. પૂર્વ આફ્રિકામાં  આવેલ  મંદિરમાં પુજારી અને ગોરપદાની સેવા થી પરમીટ કેન્સલ થતાં તેમના જીવનમાં નવો વળાંક આવતાં પ્રથમ હાર્ડવેર ની દુકાનથી શરૂઆત કરી આજે આફ્રિકાના ઉદ્યોગ જગતમાં 5000 કરોડનું સામ્રાજ્ય ઉભું કરેલ છે.આપણી આસપાસ રંક માંથી રાજા ‘ થયેલા લોકોનાં અનેક ઉદાહરણો હશે, પરંતુ નરેન્દ્ર રાવલની ઘટના ખૂબ જ પ્રેરણાદાયક છે. એવા સમયે કે જયારે માત્ર એક ટંકનું ભોજન લકઝરી ગણાતુ હતું , એવી સ્થિતિમાંથી આફ્રિકાના સફલ ઉદ્યોગસાહિંસક બનવાની વાત તેમના વિશે ઘણું બધુ કહી જાય છે. નરેન્દ્ર રાવલ ગુરૂના લોકપ્રિય નામથી જાણીતા છે. તે સ્વબળે ઘણા આગળ વધ્યા છે. કેટલીક ઓચિંતી ઘટનાઓને કારણે તેમના પરિવારને ખૂબ જ કપરા કાળમાંથી પસાર થવુ પડયું , એવો સમય પણ આવી ગયો કે નરેન્દ્રભાઈએ સ્કૂલમાં પગરખાં વગેર જવુ પડ્યું હોય કે રાત્રે ભૂખ્યા પેટે ઊંઘવું પડ્યું હોય તેવુ અનેક વાર બન્યું હતું. આમ છતાં તેમણે સપનાં જોવામાં કોઈ કસર રાખી ને હતી . પરિસ્થિતિથી હારી નહી જવાનો સ્વભાવ ધરાવનાર નરેન્દ્રભાઈએ દેવકી સ્ટીલ ટ્રેડીંગ કંપની શરૂ કરી અને એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં તે નામ કેન્યામાં ખૂબ જાણીતું નામ થઈ ગયું . સ્ટીલ રોલીંગ કરતી દેવકી સ્ટીલ મીલની સ્થાપના કર્યા બાદ પછી તેમણે પાછાવળીને જોયુ નથી . તેમણે ટૂંક સમયમાં આફ્રીકામાં રૂફીંગ ફેકટરીઓ , સિમેન્ટ પ્લાન્ટ અને અન્ય બિઝનેસ ઉભા કર્યા . હાલમાં દેવકી ગ્રુપ કેજે 650 મિલિયન ડોલર (આશરે રૂ . 4550 કરોડ ) નું ગણાય છે અને તેની ગણના આફ્રિકાનાં સૌથી મોટા બિઝનેસ હાઉસમાં થાય છે. ફોર્બઝની આફ્રિકાની સૌથી વધુ 50 ધનિકોની યાદીમાં તેમનો સમાવેશ થયો છે . તે 6,200 થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે . સમાજને કશુંક પરત આપવાની ભાવના સાથે નરેન્દ્ર રાવલ સખાવતી પ્રવૃત્તિમાં ધ્યાન આપતા રહે છે.

તેમણે આફ્રીકામાં સંખ્યાબંધ અનાથ આશ્રમ શરૂ કર્યા છે અને વિવિધ સખાવતી પ્રવૃત્તિઓમાં સહાયરૂપ થઈ રહ્યા છે. તેમના યોગદાનની કદર કરીને કેન્યામાં જેની સરકારના સર્વોચ્ચ એવોર્ડઝમાં સમાવેશ થાય છે તેવો Elder of the Burning Spear નો એવોર્ડ એનાયત કરાયો છે.

દાદાનું સપનું પુરૂ કર્યું

નાનપણમાં દાદા સાથે ઈન્દિરાજીની સભામાં  સાથે ગયેલા નાનાકડા નરેન્દ્રએ દાદાને કહ્યું મારે  આ હેલિકોપ્ટરમાં બેસવું છે. ત્યારે દાદાએ  કીધું તું મોટો થા તુ કમા ત્યારે લઈ ને બેસ જે… કુદરતની લીલા અપરંમપાર છે.  અત્યારે  નરેન્દ્રભાઈ રાવલ પાસે પોતાના ચાર્ટર પ્લેન સાથે બે હેલીકોપ્ટર પણ છે.

6200થી વધુ લોકોને રોજગારી પુરી પાડનાર ઉદ્યોગપતિ નરેન્દ્ર રાવલે આફ્રિકામાં સંખ્યાબંધ અનાથ આશ્રમો શરૂ કર્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.