Abtak Media Google News

ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે ભારે રોમાંચક પરીણામો જોવા મળી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીના મતદાનમાં અનેક રેકોર્ડ તુટયા બાદ નાગાલેન્ડમાં ભાજપ અને એનપીએફ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. એનપીએફ ૨૮ બેઠકો જયારે ભાજપ ૨૭ બેઠકો સાથે આગળ વધી રહ્યો છે. ત્રિપુરામાં સીપીએમ સામે ભાજપે જોર લગાવ્યું છે. સીપીએમ ૨૭ બેઠકો સાથે હરીફાઈમાં છે. જયારે ભાજપ ૩૨ બેઠકોથી આગળ છે.

Advertisement

મેઘાલયમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી છે. કોંગ્રેસને અહીં એનપીપી દ્વારા ટકકર આપવામાં આવી છે. કોંગ્રેસ ૨૧ બેઠકોથી આગળ છે. એનપીપી ૧૬ બેઠકોથી જયારે અન્ય ૨૪ બેઠકો સાથે આગળ વધી રહ્યા છે. મેઘાલયમાં બહુમત માટે ૩૧ બેઠકોની જરૂર છે માટે આ રાજયમાં કોંગ્રેસ માટે સરકાર રચવી લોઢાના ચણા ચાવવા જેવું થશે.

ત્રિપુરામાં ભાજપ ૩૨ બેઠકો સાથે આગળ છે. સીપીએફ ૨૭ બેઠકોની નજીક છે. ત્રિપુરામાં ૩૧ બેઠકો પર વિજય મેળવનાર સતા હાંસલ કરશે. અહીં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે.

નાગાલેન્ડની ૪૧ બેઠકોના પરીણામમાં ૨૦ બેઠકો પર ભાજપ પ્લસ છે. ૧૦ બેઠકો પર એનપીએફ છે. જયારે મેઘાલયમાં ૬૦ પૈકીની ૪૫ બેઠકોના પરીણામ સામે આવ્યા છે. ૨૦ બેઠકો પર કોંગ્રેસ આગળ છે જયારે ૧૬ બેઠકો પર આગળ રહી એનપીપી ભારે ટકકર આપી રહ્યો છે.

નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરીની ૬૦-૬૦-૬૦ બેઠકો પરની ચૂંટણીના પરીણામો ભારે રસાકસીવાળા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે નાગાલેન્ડમાં કોંગ્રેસ ગઠબંધન કરી સરકાર રચતી રહી છે પરંતુ આ વખતે મામલો થોડો મુશ્કેલ બની ગયો છે. ભાજપને નાગાલેન્ડમાં શાસક પક્ષ એનડીએફમાં પડેલા તડાનો સારો લાભ મળી રહ્યો છે. પરીણામો ભાજપ કે કોંગ્રેસ માટે વધુ પ્રમાણમાં નિરાશાજનક ગણી શકાય તેવા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.