Abtak Media Google News

ફેબ્રુઆરી પછી આવકવેરા કલેક્શનમાં ૬૦ ટકાની વૃદ્ધિ થઈ. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આઇટી વિભાગમાં સારો એવો ઊંચાઈનો આંકડો બહાર આવ્યો. કલેક્શનનો દર રૂ. ૧૨૮૦ કરોડનું થયું જે પાછળનાં કલેક્શનનાં દર કરતાં વધુનો આંકડો બતાવે છે. સૌરાષ્ટ્ર ઝોન આઠ જિલ્લાઓ ધરાવે છે. ગુજરાત કરતાં સૌરાષ્ટ્ર ઝોનમાં વૃદ્ધિદર સૌથી વધુ નોંધાયો છે. આ ઝોન આઇટી ઓફિસના રાજકોટ ચીફ કમિશનર દ્વારા સંચાલિત છે.

Income Tax Department
Income Tax Department

 

મળતી માહિતી મુજબ અમદાવાદ –  ગુજરાતના સૌથી મોટા આઈ – ટી કલેક્શન કેન્દ્રમાં 15% ની સૌથી નીચો વૃદ્ધિ નોંધાવ્યો છે, જ્યારે વડોદરાનો ઝોન 25% અને સુરત 35% વૃદ્ધિ દર છે. આઈ-ટી વિનોદ કુમાર પાંડેના રાજકોટ ચીફ કમિશનરે જણાવ્યું હતું કે, “પી.એમ ગિરીક કલ્યાણ યોજના (પી.એમ.જી.કે.વાય.), આઇ-ટી ડિકલેશન સ્કીમ (આઇડીએસ) અને ઓપરેશન ક્લિન મની, જે ચાલુ પ્રક્રિયા છે, કરવેરાના ચોખ્ખા નવો આકારણી લાવવા માટે ઘણો ફાળો આપ્યો છે. નાના – મોટા બધાં મળીને જે બિઝનેસ જીએસટી હેઠળ રજિસ્ટર થયા તેમાં પણ સારો ગ્રોથ હતો. આઇટીનાં આંકડા પર ધ્યાન દઈએ તો, વ્યક્તિગત કરદાતા પાસેથી કર વસૂલાત રૂ. 425 કરોડ હતી, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં તે વધીને રૂ. 814 કરોડ થયું હતું. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડન્ટ પાર્થ ગણનાએ જણાવ્યું હતું કે, કરવેરાના સંગ્રહમાં વિક્રમજનક વૃદ્ધિનો મુખ્ય કારણ નિમણૂંક છે.

કાળું નાણું દૂર કરવા અને સુધારાત્મક પગલાં માટે જો આવક વિભાગનો વૃદ્ધિ દર વધતો રહેશે તો જરૂરથી નવા સર્જનાત્મક ફેરફારો કરી શકાય. હાલનાં ચાલુ નાણાકીય વર્ષ માટે ગુજરાતને, રૂ. ૪૭,૪૦૦/- કરોડ રૂપિયાનું નિશાન આપવામાં આવ્યું છે. અત્યાર સુધી જે વધીને રૂ. ૩૪,૮૦૦/- જેટલું મંઝિલ સુધી પહોચ્યું છે. આઇટી વિભાગ હજુ થોડાં દિવસોની સારી એવી કામગીરી દર્શાવશે તો જરૂરથી વૃદ્ધિ દર આગળ જશે.

Income Tax Department

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.