Abtak Media Google News

રેલવે સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવીને 4 મિલિયન લીટર ડીઝલ બચાવશે

રાજકોટ-હાપા અને વિરમગામ-સુરેન્દ્રનગર રૂટનું વિદ્યુતીકરણનું કામ પૂર્ણ, આ રૂટ માટે સીઆરએસની માન્યતા પણ મળી ગઈ

ડિસેમ્બર 2022 સુધીમાં રાજકોટ ડિવિઝનનું સંપૂર્ણ વીજળીકરણ થઈ જશે. જેથી વર્ષ 2023ના પ્રારંભથી જ રાજકોટ ડિવિઝનના તમામ રૂટ ઉપર ઇલેક્ટ્રિક ટ્રેનો દોડતી થઈ જાય તેવી પ્રબળ સંભાવનાઓ છે. હાલ રાજકોટ- હાપા અને વિરમગામ- સુરેન્દ્રનગર રૂટનું વિદ્યુતકરણ કામ પૂર્ણ થઈ ગયું છે. આ રૂટ માટે સીઆરએસે ઇન્સ્પેકશન કરીને માન્યતા પણ આપી દીધી છે. બાકી રહેલું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

રેલવે મંત્રાલય ડીઝલની અવલંબન ઘટાડવા માટે 2023-24 સુધીમાં સંપૂર્ણ રેલવે રૂટનું 100% વીજળીકરણ કરવાનું વિચારે છે દર 100 આરકેએમનાં વિધુતકરણના પરિણામે વાર્ષિક ચાર મિલિયન લિટર ડીઝલની બચત થશે સંપૂર્ણ ભારતીય રેલવે રૂટનું સંપૂર્ણ વિજળીકરણ વિદેશથી આયાત કરવામાં આવતી ડીઝલની પરાધીનતાને ઘટાડશે અને ગ્રીનહાઉસ વાયુઓ અને વાયુ પ્રદુષણના ઉત્સર્જનમાં પણ મદદ કરશે.

વીજળીકરણથી ગુડ્સ અને મુસાફર ટ્રેનોનું સંચાલન સુધરશે જે વધારે ક્ષમતાને કારણે હશે ઈલેકિટ્રક એન્જિનના ઉતમ ગતિ નિયંત્રણ સાથે ગુડ્સ અને મુસાફર ટ્રેનોનો સરેરાશ દોડવાનો સમય ઘટાડવામાં આવશે. રેલવે સંપત્તિનો મહત્તમ ઉપયોગ સુનિશ્ર્ચિત કરવામાં આવશે. વિધુતીકરણનાં પરિણામ સ્વરૂપ દરિયાકાંઠે ઈલેકટ્રીક સ્થાનો દ્વારા પુનર્જીવનને લીધે વીજળીનો બચાવ થશે.

2023-24 સુધીમાં સંપૂર્ણ વીજળીકરણનાં લક્ષ્યાંકને પહોચી વળવા રેલવે ઈલેકિટ્રફિકેશન યુનિટ અમદાવાદ સખત મહેનત કરી રહ્યું છે. આ દિશામાં રાજકોટ હાપા વિભાગમાં વીજળીકરણનું કામ પૂર્ણ થયું હતુ અને સીઆરએસ અધિકૃતતા મેળવી લેવામાં આવી હતી.

હવે રાજકોટ ડિવિઝનના હાપા, ભાટિયા વિભાગ 109 આરકેએમ 133 ટીકેએમ સાથે વીજળીકરણનું કામ પૂર્ણ થયું છે. હાપા, ભાટિયા વિભાગની સીઆરએસ નિરીક્ષણ 18.03.2021 અને 19.3.2021ના રોજ હાથ ધરવામાં આવ્યું હતુ અને 19.3.2021 ના રાજે ઈલેકિટ્રક લોકો સાથેની ગતિપરીક્ષણ પૂર્ણ થયું હતુ.

રાજકોટ વિભાગના આ વિભાગમાં લગભગ 05 સાઈડિંગ છે. હાપા-ભાટીયા વિભાગનાં વીજળીકરણનું કામ પૂર્ણ કરીને તે ઈલેકિટ્રક ટ્રેકશન દ્વારા કનેકિટવિટી પ્રદાન કરશે. જેના સ્વરૂપ પરિવહન ક્ષમતામાં વધારો થશે જે રેલવેની આવકમાં વધારો કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.