આંનદો: રાજકોટથી કુંભ વિશેષ અને “નમામી ગંગે” સ્પેશ્યલ ટ્રેન આ તારીખથી ઉપડશે

યાત્રીઓની વિશેષ માંગને ઘ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) રિજીનલ ઓફીસ અમદાવાદ કુંભતીર્થ વિશેષ યાત્રા ટ્રેન, તમામ પોસ્ટ કોવિડ ધોરણોને ઘ્યાનમાં રાખીને ચલાવી રહ્યા છે. અમદાવાદ રીજીનલ ઓફિસના સિનિયર સુપરવાઇઝર અમિત ઉપાઘ્યાયે પત્રકારોને જણાવ્યું હતું કે ૬ માર્ચ ૨૦૨૧ના રોજ રાજકોટથી આ ટ્રેન ઉપડશે, આમાં મુસાફરો દ્વારા ખુબ જ ઉત્સાહથી કમ્ફર્ટ કલાસ (૩ એસી) બુક કરાવવામાં આવ્યું છે. અને સ્ટાન્ડર્ડ કલાસ (સ્લીપર) માં થોડીક જ સીટ બાકી છે.

અમિત ઉપાઘ્યાય એ વધારે માહિતી આપતા કહ્યું હતું કે IRCTC  ૬ માર્ચ ૨૦૨૧ ના રોજ ‘કુંભ સ્પેશિયલ’ ભારત દર્શન ટ્રેન ચલાવે છે. આ ટ્રેન રાજકોટથી શરૂ થઇને રાજકોટ પરત આવશે. આ યાત્રામાં ધાર્મિક સ્થળો જેમાં મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વાઘા બોર્ડર અને માતા વૈષ્ણોદેવી ના દર્શન કરવામાં આવશે. આ ટ્રેનની મુસાફરીમાં ભોજન (નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિ ભોજન) માર્ગ પરિવહન માટેની વ્યવસ્થા, ધર્મશાલા, આવાસ અને ટુર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઇ કર્મચારી, સુરક્ષા અને અનાઉન્સમેનટની સુવિધા ઉપલબ્ધ રહેશે.

વધારે માહીતી માટે સંપર્ક ૦૭૯-૨૬૫૮૨૬૭૫, ૮૨૮૭૯ ૩૧૭૧૮, ૮૨૮૭૯ ૩૧૬૩૪ અને ટિકીટ ઓનલાઇન બુકિંગ સુવિધા www.lrctc tourism.com પર ઉપલબ્ધ છે અને મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફીસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકે છે. અમિત ઉપાઘ્યાય એમ પણ કહ્યું કે ઉપરોકત ટ્રેનમાં કોવિડ રોગચાળાને ઘ્યાનમાં રાખીને, મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોની સલામતિ માટે થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. ‘આરોગ્ય-સેતુ’ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ખાતરી કરવામાં આવે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઇઝર કરવામાં આવશે. જો કોઇ મુસાફર અસ્વસ્થ હોય તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે. IRCTC મુસાફરોના બજેટને ઘ્યાનમાં રાખીને કિફાયતી દરે પ્રવાસનું આયોજન કરેલ છે જેની માહીતી નીચે મુજબ છે.

રાજકોટથી ‘નમામી ગંગે’ સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન ઉપડશે

૮ માર્ચ સુધી વારાણસી, ગયા, કોલકતા, ગંગાસાગર, પુરી માટે દોડાવાશે પંશ્ર્ચિમ રેલવે દ્વારા વિરારથી નાગડા સુધી અને વડોદરાથી અમદાવાદ  સુધીના  રૂટ પર હમસફર સહિત ૧૦૪ ટ્રેનો હવે ૧૩૦ કી.મી. સ્પીડ પર દોડશે.