Abtak Media Google News

ભારત સામે આફ્રિકાનો સાત વિકેટે વિજય, સિરીઝ 1-1ની બરાબરી પર

અબતક, જોહોનિસબર્ગ

આફ્રિકા પ્રવાસે ભારત મેચ રમવા ગયેલું છે ત્યારે બીજો ટેસ્ટ મેચ આફ્રિકાએ જીતી સીરીઝ એક-એકની બરાબરી કરી છે. બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે આજે વરસાદ પડ્યો હતો ત્યારે એવું લાગતું હતું કે કદાચ ચોથો દિવસ વરસાદના કારણે ધોવાઇ જાય પરંતુ વરસાદ બંધ થયાની સાથે જ આફ્રિકાની ટીમ ભારત ઉપર તૂટી પડી હતી અને 7 વિકેટે  વિજય મેળવ્યો હતો. ભારતની આહાર સાથે એક નવો ઇતિહાસ પણ રચાયો છે જેમાં ભારત 30 વર્ષ ના સમયગાળામાં પ્રથમ વખત જ્હોનિસબર્ગ માં ટેસ્ટ મેચ હાર્યું છે અને જેનું મુખ્ય કારણ ટીમનો સુકાની એલગર છે.

ડિન એલગરે નું સુકાન સંભાળતા ખુબ શાંતિ પૂર્વક ની રમત રમી હતી જેમાં તેને 188 બોલ રમી 96 રન કર્યા હતા જે એમાં દર્શાવે છે કે આફ્રિકા ટીમ ને મજબુતી આપવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. બીજી ઇનિંગમાં ભારતના બેટ્સમેનો લાંબી ઇનિંગ રમવા માં નિષ્ફળ નિવડ્યા હતા જ્યારે બોલરોનું પ્રદર્શન પણ યથાયોગ્ય જોવા મળ્યું ન હતું પરિણામે આફ્રિકાનો વિજય થયો હતો. એલ્ગર અને ડુસેનની જોડીએ 160 બોલમાં 82 રન જોડયા હતા. ડુસેન 40 રનના સ્કોર પર શમીની બોલિંગમાં પુજારાના હાથે કેચ આઉટ થયો હતો. જે ભારતને ચોથા દિવસે મળેલી એકમાત્ર સફળતા હતી. ચોથા દિવસે વરસાદના વિઘ્ન બાદ ટી બ્રેક બાદ શરૃ થયેલા મેચમાં સાઉથ આફ્રિકાએ વધુ એક જ વિકેટ ગુમાવતા જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાએ 67.4 ઓવરમાં ત્રણ વિકેટે 243 રન નોંધાવી દીધા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.