Abtak Media Google News

રાજકોટ શહેરની ત્રણેય બેઠકોમાં આવતી કોલેજોમાં કોંગ્રેસની પત્રિકા વિતરણ નહીં કરવાનો એનએસયુઆઈના નિર્ણયથી ખળભળાટ

રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના નવનિયુકત પ્રમુખ અને રાજકોટ પૂર્વના કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુના સરમુખત્યાર શાહી જેવી કાર્ય પ્રણાલી અને વર્તનના કારણે કોંગ્રેસ પરિવારમાં ભારોભાર નારાજગી વ્યાપી જવા પામી છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે યુવા મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા રાજયભરમાં શાળા-કોલેજોમાં ખાસ પત્રિકાઓનું વિતરણ કરવાનું અભ્યાન શ‚ કરવામાં આવનાર છે. દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરુ શહેર અને જિલ્લાના એનએસયુઆઈના પ્રમુખ સાથે સંકલનમાં રહેતા ન હોય. રાજકોટ શહેરની વિધાનસભાની ત્રણ બેઠકોમાં આવતી એકપણ કોલેજમાં કોંગ્રેસની પત્રિકાનું વિતરણ નહીં કરવાનો એનએસયુઆઈએ નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે વધુ વાતચીત દરમિયાન ગુજરાત એનએસયુઆઈના પૂર્વ પ્રમુખ અને નેશનલ ડેલીગેટ્સ આદિત્યસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગ‚પે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજયની તમામ શાળા-કોલેજોમાં પત્રિકા વિતરણ કરવાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. આ પત્રિકામાં એક ટોલ ફ્રિ નંબર આપવામાં આવ્યો છે. જેના પર મીસકોલ કરી કોઈપણ વિદ્યાર્થી એનએસયુઆઈ કે કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે અને પોતાના સુચનો રજૂ કરે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરુ રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયકિશન ઝાલા સાથે કોઈપણ જાતનું સંકલન રાખતા ન હોવાના કારણે એનએસયુઆઈના હોદ્દેદારોએ સર્વાનુમતે એવો નિર્ણય લીધો છે કે, રાજકોટ શહેરમાં આવતી વિધાનસભા ૬૮, વિધાનસભા ૬૯ અને વિધાનસભા ૭૦ બેઠકોમાં આવતી એક પણ કોલેજમાં એનએસયુઆઈ દ્વારા આ પત્રિકાઓનું વિતરણ કરવામાં નહીં આવે જયારે જિલ્લાની અન્ય બેઠકોમાં આવતી કોલેજોમાં આ પત્રિકાના વિતરણની જવાબદારી શહેર અને જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ જયકિશનસિંહ ઝાલા સંભાળશે જયારે સૌરાષ્ટ્રની કોલેજોમાં આ પત્રિકા વિતરણ કરવાની જવાબદારી આદિત્યસિંહ ગોહિલ અને એનએસયુઆઈ ગુજરાતના ઉપપ્રમુખ સુરજ ડેર સંભાળશે.અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખે અન્ય કોઈ હોદ્દેદારની મુલાકાત સુધા કરાવી ન હતી. અમુકને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યા ન હતા જેના કારણે શહેર કોંગ્રેસ ફરી એક વખત બે ફાટામાં વહેંચાઈ ગયું છે. કોંગ્રેસ પરિવાર દ્વારા ટીમ એમએલએ સામે સતત અવાજ ઉઠાવવામાં આવી રહ્યાં છે. ૬૯ વિધાનસભા બેઠક પરથી પાટીદાર સમાજને ટિકિટ આપવાની માંગણી સાથે આગામી બુધવારે કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાએ એક સંમેલન બોલાવ્યું છે તે પૂર્વે આજે એનએસયુઆઈએ કોંગ્રેસની પત્રિકાનું રાજકોટની એક પણ બેઠકમાં વિતરણ કરવામાં નહીં આવે તેવો નિર્ણય લેતા ઈન્દ્રનીલ સામેની નારાજગી સતત વધી રહી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.