Abtak Media Google News

Screenshot 9 26  આજે આંતરરાષ્ટ્રીય સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગ દિવસ

એન્જિનિયરિંગ, જવેલરી, ફુડ, એગ્રો, ઓટો, પમ્પ, ટેક્સટાઈલ, જિનિંગ સહિતના વિવિધ કલસ્ટર બનાવવા અંગે કવાયત તેજ બની

સ્થાનિકથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે અર્થ વ્યવસ્થામાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રી (એમ.એસ.એમ.ઈ.)નું મહત્ત્વનું યોગદાન છે. જેને ધ્યાનમાં રાખતા 27મી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગ દિવસ (એમ.એસ.એમ.ઈ. ડે)ની ઉજવણી થાય છે. આ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દૂરંદેશીભર્યો  દ્રષ્ટિકોણ અપનાવીને મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ વગેરે સ્કીમ શરૂ કરી છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર એમ.એસ.એમ.ઈ.ને વિકાસના ચાલકબળ તરીકે ગણીને પ્રોત્સાહન આપવાના આશયથી નવી ઔદ્યોગિક નીતિ ઉપરાંત ફેસિલિટેશન ઓફ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ ઓપરેશન એક્ટ-2019 પણ અમલી બનાવ્યો છે.

ઉદ્યોગની વાત આવે ત્યારે રાજકોટનું નામ મોખરે આવે છે. રાજકોટ જિલ્લામાં હાલની સ્થિતિએ 1,22,114 એમ.એસ.એમ.ઈ. નોંધાયેલા હોવાનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી કે.વી. મોરીએ જણાવ્યું હતું. જિલ્લામાં 56,895 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જ્યારે 65,219 સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ છે. જિલ્લામાં માઇક્રો સ્કેલના 1,17,261 યુનિટ, સ્મોલ સ્કેલના 4,427 યુનિટ તથા મીડિયમ સ્કેલના 426 યુનિટ કાર્યરત છે. મહત્વનું છે કે, રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં એમ.એસ.એમ.ઈ.ના વિકાસ માટે ઔદ્યોગિક ક્લસ્ટર બનાવવા પર ભાર મુકાઈ રહ્યો છે.

હાલ એન્જિનિયરિંગ અને ઓટોપાર્ટ્સ ક્લસ્ટર, કાસ્ટિંગ ક્લસ્ટર, ફૂડ ઇન્ડસ્ટ્રી, એગ્રો બેઝ્ડ ક્લસ્ટર, જેમ્સ અને જ્વેલરી, હાર્ડવેર, કીચનવેર, પેકેજિંગ, પ્લાસ્ટિક, પમ્પ અને પાર્ટસ્, ટેક્સટાઈલ, જિનિંગ ક્લસ્ટર – એમ વિવિધ ક્લસ્ટર બનાવવા અંગે કવાયત તેજ બની છે. ઉદ્યોગની સ્થાપના પછી, તેને વેગ આપવા ઔદ્યોગિક ઉત્પાદનોની તપાસણી અને પ્રમાણિકરણ તેમજ કુશળ માનવબળ ખૂબ મહત્ત્વના છે.

Screenshot 10 21

ઉદ્યોગકારોને ઘર આંગણે જ ટેસ્ટિંગ અને કેલિબ્રેશનની સુવિધા મળે તે માટે કોમન ફેસિલિટેશન સેન્ટર શરૂ કરાઈ રહ્યા છે. જેનાથી ઉદ્યોગકારોનો ખર્ચ તેમજ સમય બચે છે અને તેઓની ઉત્પાદન ક્ષમતા અને ગતિ વધે છે. રાજકોટ વોટર પમ્પ સેટનું મોટું ઉત્પાદક છે. આથી અહીંના પમ્પ સેટના ઉત્પાદકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આજી જી.આઈ.ડી.સી.માં પમ્પ ટેસ્ટિંગ માટે કોમન ફેસિલિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે વર્ષ 2019થી સંપૂર્ણ કાર્યરત છે. રાજકોટ એન્જિનિયરિંગ ટેસ્ટિંગ અને રિસર્ચ સેન્ટર (સી.એફ.સી. ફોર પમ્પ એન્ડ ફાઉન્ડ્રી ક્લસ્ટર-રાજકોટ)ના હેડ  અભિષેક ગોંડલિયાના જણાવ્યા પ્રમાણે, રાજકોટમાં બી.આઈ.એસ. લાયસન્સધારક આશરે 555 પમ્પ ઉત્પાદકો છે, જ્યારે અન્ય 300થી વધુ ઉત્પાદકો છે.

સૌરાષ્ટ્રના વર્તમાન અને ઉભરતા સુક્ષ્મ, લઘુ, મધ્યમ કદના ઉદ્યોગકારોને પ્રોત્સાહન-સહયોગ આપવાના ઉદ્દેશ સાથે નેશનલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન- ટેક્નિકલ સર્વિસ સેન્ટર રાજકોટની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. આ સેન્ટર દ્વારા કુશળ માનવબળ ઊભું કરવા વિવિધ કોર્સની તાલીમ અપાય છે, તેમજ એન્જિન, મોટર, પમ્પ, મટિરિયલ ટેસ્ટિંગ, પ્લાસ્ટિક ટેસ્ટિંગ લેબ માટે ટેસ્ટિંગ સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. આ ટેસ્ટિંગ સેન્ટરને એન.એ.બી.એલ. અને બી.આઈ.એસ.ની માન્યતા પ્રાપ્ત છે. અહીંના ટેસ્ટિંગ સેન્ટરમાં વર્ષે આશરે 3500 કરતાં વધુ ટેસ્ટ કરવામાં આવે છે.

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જમીન, મશીનરી અને માળખાકીય સુવિધાઓ સાથે તાલીમકુશળ માનવબળ પણ એટલું જ જરૂરી છે. રાજકોટમાં એમ.એસ.એમ.ઈ. એક્સટેન્શન સેન્ટર, ગીરનાર ટોકિઝ નજીક કાર્યરત છે. પશ્ચિમ ભારતનું આ એવું કેન્દ્ર છે, જે ઉદ્યોગોની જરૂરિયાત મુજબ વિવિધ કોર્સ ડિઝાઈન કરીને તાલીમ આપવાનું કામ કરે છે. સેન્ટરના ડેપ્યૂટી ડાયરેક્ટરશ્રી પ્રવીણ જોશીના જણાવ્યા પ્રમાણે, ઉદ્યોગોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા જે નીતિઓ અને યોજનાઓ અમલી બનાવાય છે, તે અંગેની તાલીમ ઉદ્યોગકારો, મેનેજરો તેમજ તેમના સ્ટાફ તથા રોજગારવાંચ્છુ યુવાનોને આપવામાં આવે છે.

દર વર્ષે આશરે 4000 જેટલા ઉમેદવારોને અહીં તાલીમ અપાય છે. છેલ્લા ચાર વર્ષમાં આ કેન્દ્ર દ્વારા 16,200થી વધુ ઉમેદવારોને તાલીમ અપાઈ છે. હાલમાં જાપાનીઝ ક્ધસેપ્ટ મુજબ, અહીં સિક્સ સિગ્મા, યલો બેલ્ટ, ગ્રીન બેલ્ટ તથા બ્લેક બેલ્ટની તાલીમ અપાય છે. આ સેન્ટર ઉદ્યોગો માટે ક્ધસલ્ટન્સીનું પણ કામ કરે છે. રાજકોટમાં આજી જી.આઈ.ડી.સી. ખાતે સેન્ટર ફોર એન્ટરપ્રિનિયરશીપ ડેવલપમેન્ટના પ્રાદેશિક કેન્દ્ર દ્વારા દર વર્ષે આશરે 800થી 1000 યુવાનોને ઉદ્યોગ સાહસિકતા તથા કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવે છે.

Cluster 1

જેમ્સ અને જવેલરીના આશરે પંદર હજાર યુનિટમાં દોઢ લાખથી વધુ લોકો કરે છે કામ

રાજકોટમાં જેમ્સ અને જ્વેલરીના આશરે પંદર હજાર યુનિટમાં દોઢ લાખથી વધુ લોકો કામ કરી રહ્યા છે. રાજકોટમાં ખૂબ મોટા પાયે ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીનું પ્રોડક્શન થઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક વરસ અગાઉ રત્ન આભૂષણ સુવિધા કેન્દ્ર (કોમન ફેસિલિટી સેન્ટર)નું ઉદઘાટન કરાયું હતું. રાજકોટ જ્વેલરી કલ્સ્ટર ફેડરેશન દ્વારા આ સી.એફ.સી.નું સંચાલન કરવામાં આવે છે. જે.સી.એફ.આર.ના પ્રમુખ દિવ્યેશ પાટડિયાએ જણાવ્યું હતું કે, સી.એફ.સી.માં રોજના આશરે 30 જેટલા ધંધાર્થીઓ આવે છે. અહીં સમગ્ર રાજ્યના ધંધાર્થીઓને કોમ્પ્યુટર ટચ, લેઝર સોલ્ડર, લેઝર માર્કિંગ, સી.એન.સી. કટિંગ, ડિઝાઇનિંગ, કેડ ડિઝાઇનિંગ, કેમ આર.પી.ટી., વાયર પાઇપ સીએનસી, ગોલ્ડ અને સિલ્વર રિફાઈનરી, ગોલ્ડ પ્યોરિટી એનાલિસીસ સહિતની સેવાઓ આપવામાં આવે છે. આ સી.એફ.સી.ના કારણે, માર્કેટને લાઇટવેટ જ્વેલરી બનાવવા માટે ડિઝાઇનિંગ મળશે. ઈટાલી અને જર્મનીમાં જે ડિઝાઈનના દાગીના બને છે, તે અહીં બનાવીને નિકાસ કરી શકાશે.

રાજકોટ જિલ્લો એન્જિનિયરીંગનું હબ

રાજકોટ જિલ્લો એન્જિયરિંગનું હબ છે. રાજકોટમાં જનરલ એન્જિનિયરિંગના ઉદ્યોગોને મશીન પાર્ટ્સ તેમજ સાધનોનું સમયાંતરે ચેકિંગ-ઇન્સ્પેક્શન અને કેલિબ્રેશન કરાવવાની જરૂરિયાત પડતી હોય છે. આ સેવાઓ સેન્ટ્રલ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ-મેટોડા દ્વારા પૂરી પાડવામાં આવે છે. અહીંના સાયન્ટિસ્ટ, રિજીયોનલ સેન્ટર ઈન્ચાર્જશ્રી અભિષેક સૂચકે જણાવ્યું હતું કે, સી.એમ.ટી.આઈ.એ ભારે ઉદ્યોગ મંત્રાલય અંતર્ગતની સ્વાયત્ત સંસ્થા છે અને રાજકોટમાં તેની પ્રાદેશિક કચેરી છે.

આ સેન્ટર દ્વારા ઈન્સ્પેક્શન અને કેલિબ્રેશન, મટિરિયલ ટેસ્ટિંગ, મેટર્લજિકલ એનાલિસીસ, મશીન ટૂલ્સ ટેસ્ટિંગ, રિવર્સ એન્જિનિયરિંગ, ક્ધસલ્ટન્સી સહિતની સેવાઓ આપવામાં આવે છે. આ સેન્ટરની વર્ષે આશરે 450થી 500 ઉદ્યોગકારો સેવા લે છે. રાજકોટમાં 2002થી આ સેન્ટર ચાલે છે, અહીં જરૂર પડ્યે તાલીમની સુવિધા પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.