Abtak Media Google News

જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે ગાંધીનગર ખાતે યોજાયેલી સમજુતી બેઠકમાં સહમતી નહી સધાતા જીબીઆ લડી લેવાના મૂડમાં :

જીબીઆ સાથે સંકળાયેલા ૮,૦૦૦ કર્મચારીઓ ઉપરાંત જીયુવીએનએલ સંલગ્ન કંપનીના સંયુક્ત સમિતિના ૪૦,૦૦૦ કર્મચારીઓ આંદોલનમાં જોડાયા

જીયુવીએનએલ મેનેજમેન્ટ અને જીઇબી એન્જિનિયર્સ એસોસિએસન વચ્ચે ગઈકાલે બપોરે ગાંધીનગર ખાતે યોજાયેલી સમજુતી બેઠકમાં સહમતી નહી સધાતા જીબીઆ દ્વારા આજે જીબીઆ સાથે સંકળાયેલા ૮,૦૦૦ કર્મચારીઓ ઉપરાંત જીયુવીએનએલ સંલગ્ન કંપનીના સંયુક્ત સમિતિના ૪૦,૦૦૦ કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી ગયા છે અને બુધવારથી અચોક્કસ મુદ્દતની હડતાલની પણ ચિમકી ઉચ્ચારી છે.

બેઠકમાં જીબીઆ તરફથી સ્ટાફ સેટ અપ, હોટલાઇન એલાઉન્સ, બિન કાયદેસર ઓર્ડર રદ્ કરવા, પરફોર્મન્સ બેઝ્ડ ઇન્સેન્ટિવ સ્કીમ વગેરે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જીબીઆનું કહેવું છે કે મેનેજમેન્ટ તરફથી એક પણ મુદ્દે પરિણામલક્ષી હકારાત્મક અભિગમ અપનાવવામાં આવેલ નથી જેથી સંયુક્ત સંકલ સમિતિ દ્વારા તા.૨૭ જુન મંગળવારે માસ સીએલ અને તા.૨૮ જુન બુધવારે અચોક્કસ મુદ્દતની હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આંદોલનમાં જીયુવીએનએલ સંલગ્ન ૪૦,૦૦૦ કર્મચારીઓ જોડાશે. આંદોલન સંદર્ભે જો કોઇ પણ કર્મચારી સામે મેનેજમેન્ટ દ્વારા કોઇ પણ પ્રકારના પગલા લેવાશે તો નાછૂટકે તો તમામ કર્મચારીઓ કોઇ પણ પ્રકારની નોટિસ વગર વીજળીક હડતાલ ઉપર ઉતરી જશે.

ગુજરાત સરકારની વીજ કંપનીઓના એન્જિનિયરોના સંગઠન જીબીઆ (જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન)અને વીજ કંપની જેટકો(ગુજરાત એનર્જી એન્ડ ટ્રાન્સમિશન કંપની)આમને સામને આવી ગયા છે. ગાંધીનગર ખાતે ગઇકાલે પડતર પ્રશ્નો મુદે જીબીઆ અને જીયુવીએનએલ મેનેજમેન્ટ વચ્ચે મિટિંગ યોજાઈ હતી. જેમાં મેનેજમેન્ટ તરફથી ડાયરેકટર (એડમીન) રવિશંકર, જેટકો એમડી ઉપેન્દ્ર પાંડે તેમજ જીયુવીએનએલ જનરલ મેનેજર (એચઆર) જે.ટી.રાય ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જીબીઆ તરફથી બી.એમ. શાહ -સેક્રેટરી જનરલ, એચ. જી. વઘાસિયા- વીપી જેટકો, નીરવ બારોટ- જી.એચ. જેટકો, કૌશિક ચૌધરી-જી.એસ. યુજીવીસીએલ હાજર રહ્યા હતા.

જેટકોમાં ૬ એન્જિનિયરોના ખોટી રીતે થયેલા પ્રમોશન રદ કરવામાં આવે તેમજ નવા સબ સ્ટેશનો માટે નવી પોસ્ટ ઉભી કરીને ભરતી કરવામાં આવે તેવી માંગણીઓ સાથે જીબીઆ દ્વારા આંદોલન શરૃ કરવામાં આવ્યુ છે. જેમાં ૨૩ થી ૨૬ જૂન સુધી વર્ક ટુ રૃલ આંદોલન બાદ આજે માસ સીએલ પર જવાનુ નક્કી થયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.