Abtak Media Google News

સોમવારથી દેખાવ,ધરણાં તેમજ હડતાળની તૈયારી

પીએનબી કૌભાંડ પછી સરકાર અને સીવીસી સફાળી જાગી હોય તેમ તેઓ કઇક પગલાઓ લઇ રહયા છે તેવું સાબીત કરવા સીવીસીના વગર વિચાર્યે કરેલા આદેશ ને પગલે બેન્ક સંચાલકો એ તેનાં શાખામાં કામ કરતા નાનાં કર્મચારીઓની આડેધડ બદલીઓ કરી છે. આમાં આ કૌભાંડ જેની પહોંચ બહાર છે તેવા કર્મચારીઓની સામુહિક બદલીઓથી કર્મચારીઓ આગબબુલા થઇ ઉઠ્યા છે

Advertisement

Punjab National Bankબેન્ક સત્તાવાળાઓ આવા નિર્ણય સામે બેન્ક કર્મચારીઓમાં રોષ ભભૂક્યો છે અને આડેધડ બદલીઓના વિરોધમા સમગ્ર બેન્ક કર્મચારી આલમ સંગઠિત થઈ વિરોધ કરશે. આ માટે તેઓ સોમવારથી યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખશે.

Punjab National Bank Chandigarh Sector 19 Chandigarh Banks 1E5Y4Dz‌સોમવારથી દરેક જગ્યાએ ધરણાં, સૂત્રોચ્ચાર જેવા કાર્યક્રમ આપવાનું તેમજ જરુંર પડ્યે હડતાળનું એલાન પણ આપવાનું ચર્ચા વિચારણામા છે.
‌સરકારના આ નિર્ણય સામે બેન્ક કર્મચારીઓ લડી લેવાના મૂડ માં હોવાનું રાજકોટ બેન્કિંગ યુનિયન અગ્રણી ભાવેશ આચાર્યએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.