Abtak Media Google News

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની (ICC) વાર્ષિક વનડે રેન્કિંગમાં ઈંગ્લેન્ડે 8 પોઈન્ટ મેળવી ભારતને બીજા સ્થાને ધકેલી દીધું છે. ઈંગ્લેન્ડ જાન્યુઆરી, 2013 પછી પહેલી વખત રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યું છે. ઈંગ્લેન્ડને આ ઉપલબ્ધિ સતત 6 વનડે સીરીઝ જીતવા પર પ્રાપ્ત થઈ છે. ઈંગ્લેન્ડે 2017માં થયેલા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલ રમી હતી. 2019માં ઈંગ્લેન્ડમાં જ ICC વર્લ્ડ કપ યોજાવવાનો છે.

Advertisement

Teamઈંગ્લેન્ડના 125 અને ભારતના 122 પોઈન્ટ છે. આ પહેલાં દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને હતું. ત્યારે હવે તેઓ 4 પોઈન્ટ ગુમાવીને ત્રીજા સ્થાને પર ખસકી ગયું છે.દક્ષિણ આફ્રિકાના 113 પોઈન્ટ છે. અન્ય કોઈ દેશના રેન્કિંગમાં કોઈ જ બદલાવ થયો નથી. જો કે તેમની પોઝિશનમાં જરૂરથી ફેરફાર થયાં છે.વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 8 પોઈન્ટનું નુકસાન થયું છે. તેના 104 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાના ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા પાકિસ્તાનથી માત્ર 1 પોઈન્ટ વધુ છે. પાકિસ્તાનને 6 અંકનો ફાયદો થયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.