Abtak Media Google News

રાજકોટમાં નેશનલ કેડેટના તમામ કેડેટ દ્વારા પોલીથીન બેગનો બહિષ્કાર કરવા માટેની રેલીનું આયોજન સમગ્ર રાજકોટના કેડેટસ માટે કરવામાં આવ્યું હતુ તેમાં પી.વી. મોદી સ્કુલની એન.સી.સી. કેડેટ ગર્લ્સે ભાગ લીધો હતો. તેમાં દરેક કેડેટ પોષ્ટરો દર્શાવી પ્લાસ્ટીકના ઉપયોગથી થતા નુકશાનો રેલીમાં રજૂ કર્યા હતા.

Advertisement

જેમકે પ્લાસ્ક બેગ બનતા ૦.૧૪ સેકેન્ડ લાગે છે જયારે તેનોઉપયોગ કરીને જમીન ઉપર ફેંકતા પ્લાસ્ટીક બેગમાં ધુળ માટી જમા થાય છે. અને જમીનમાં ચોટી જાય છે. સહિતનું નુકશાન તતુ હોય છે. તો આજથી જ આપણે સૌ એક નિશ્ર્ચિત કરશુ કે પ્લાસ્ટીક બેગ મૂકી કપડાની બેગ અને બોટલ છોડી ઘરના વાસણોનો ઉપયોગ કરશું. અંતમાં દરેક કેડેટએ કહ્યું કે આ નાના અમથા પ્રયાસથી આપણે દેશ અને ધરતીમાતાની સેવા કરી છે.તેવી ભાવના અનુભવશું આ રેલી દ્વારા પ્લાસ્ટીક મુકત રાજકોટ બને અને સુંદર ભારતનું નિર્માણ થાય તેવા પ્રયત્નો બધાના સાથ અને સહકારથી કરીશું તેમ અંતમાં જણાવ્યું હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.