Abtak Media Google News

દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા સાત મહાનુભાવોનું ગારડી એવોર્ડથી કરાયું જાજરમાન સન્માન

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું લાડકું પ્રકલ્પ ‘દીકરાનું ઘર’વૃઘ્ધાશ્રમ દ્વારા છેલ્લા સાત વર્ષથી સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતાં સેવકોને તેમજ પોતાના વ્યવસાયમાં સફળ થઇ સેવાની સરવાણી વહાવતા સેવકોને જૈન શ્રેષ્ઠીુ યુગ પુરુષ, સ્વર્ગસ્થ પૂ. દિપચંદભાઇ ગારડીના નામથી પ્રતિષ્ઠિત ગારડી એવોર્ડ આપવામાં આવે છે જેનો તાજેતરમાં સમારંભ દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમના ઓડીટોરીયમમાં શહેર શ્રેષ્ઠીઓની ઉ૫સ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવસીટીના કાર્યકારી કુલપતિ ડો. કમલભાઇ ડોડીયા, જાણીતા બિલ્ડર હર્ષદભાઇ માલાણી, સ્મિતભાઇ કનેરીયા, યુવા  અગ્રણી અને જાણીતા કેળવણીકાર ડો. નિદત બારોટ, જસદણ પંથકના માજી ધારાસભ્ય ભરતભાઇ બોધરા, જમીન મકાનના ધંધાર્થી સુભાષભાઇ બોદર, અગ્રણી ઉઘોગપતિ વલ્લભભાઇ સતાણી અગ્રણી ઉઘોગપતિ પ્રતાપભાઇ પટેલ સહીતના મહાનુભાવો ખાસ ઉ૫સ્થિત  રહ્યા હતા.

આ વર્ષે ગારડી એવોર્ડ મેળવનાર સેવાવ્રતીઓ રુપેશભાઇ માદેકા, રામભાઇ મોકરીયા, ડો. હર્ષદભાઇ પંડીત, જયેશભાઇ સોરઠીયા, મનસુખભાઇ સુવાગીયા, રોટલ કલબ ઓફ રાજકોટ ગ્રેટર જીવદયા ગ્રુપ ‘દીકરાનું ઘર’વૃઘ્ધાશ્રમ દ્વારા જાજરમાન સન્માન કરાયું હતું.

આ પ્રસંગે કેળવણીકાર ડો. નિદત બારોટે જણાવ્યું હતું કે તર્પણ, અર્પણ અને સમર્પણના ભાવથી બનેલી યુવાનોની કર્મઠ ફોજ ખરા અર્થમાં ‘દીકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમમાં સેવા કરી રહ્યા છે.

આ પ્રસંગે જસદણ પંથકના માજી ધારાસભ્ય ભરતભાઇ બોધારાએ જણાવ્યું હતું કે‘દીકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમમાં ખરા અર્થમાં માવતરોની ઉત્તમ સેવા થઇ રહી છે.

કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિ ડો. કમલભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે ‘દીકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમની મુલાકાત લેતા અને વ્યવસ્થા જોઇને ખુબ પ્રભાવિત થયો છું.

બધા સન્માનીત સેવકોવતી પ્રતિભાવ આપતા રામભાઇ મોકરીયાએ જણાવ્યું હતું કે કુદરતે અમને આપ્યું છે અને એમાંથી સમાજનું ઋણ ચુકવવાનો નાનકડો પ્રયાસ કરીએ છીએ.

આ પ્રસંગે ‘દીકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમના સ્થાપક અને યુવા અગ્રણી મુકેશભાઇ દોશી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં વિજેતા થતા ‘દીકરાનું ઘર’વૃઘ્ધાશ્રમ દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત ઉપેનભાઇ મોદીએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ભાવના મહેતાએ અને અંતમાં આભાર દર્શન સુનીલ વોરાએ કરેલ હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મુકેશ દોશીના નેતૃત્વ હેઠળ નલીન તન્ના, સુનીલ વોરા, હસુભાઇ રાચ્છ, હરેશ પરસાણા, હસુભાઇ રાહ, સુનીલભાઇ મહેતા, ઉપેન મોદી, અલ્કા પારેખ, ચેતના પટેલ, નિશા મારુ, ‚પા વોરા, કાશ્મીરા દોશી, પ્રીતિ વોરા, કલ્પના દોશી, ગીતાબેન પટેલ, છાયાબેન મહેતા, અંજુબેન સુતરીયાએ જહેમત ઉઠાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.