Abtak Media Google News

કેપ્સિકમ એટલે કે શિમલા મિર્ચને આપણે અત્યાર સુધી ફાસ્ટ ફુડમાં જ વધારે માણ્યું છે. ત્યારે અહિં એવી લીજ્જત સાથે શિમલા મિર્ચની સબ્ઝી બનાવીશું જે આરોગીને તમે આંગળા ચાટતા રહી જશો…..

સામગ્રી :

શિમલા મિર્ચ – ૨ નંગ

ચણાનો લોટ – ૩ ચમચી

ડુંગળી – ૧ લાંબી સમારેલી

લસણ – ચાર કળી

લીલુ મરચું – ૧ નંગ

હળદળ – અડધી ચમચી

ધાણાજીરુ – ૧ ચમચી

રાઇ દાણા – અડધી ચમચી

લાલ મરચું પાઉડર – ૧ ચમચી

જીરુ – અડધી ચમચી

હીંગ – ચપટીક

તમાલ પત્ર – ૧

તેલ – જરુરત મુજબ

સબ્ઝી બનાવવાની રીત :

– શિમલા મિર્ચને ક્યુબનાં આકારમાં સમારો.

– સમારેલાં કેપ્સિકમને ચણાનાં લોટમાં મિક્સ કરી અલગ રાખો.

– એક કડાઇમાં તેલ લઇ ગરમ કરો, તેમાં રાઇ, જીરુ, હિંગ નાંખી વઘાર કરો.

– તે વઘારમાં ડુંગળી, લસણ અને તમાલપત્ર ઉમેરી સોનેરી રંગનું થાય ત્યાં સુધી હલાવો.

– હવે તેમાં કેપ્સિકમ નાંખી આક્રા તાપે પાંચ મિનિટ હલાવો.

– ત્યાર બાદ તેમાં હળદળ, લાલ મરચું, ધાણાજીરું અને વધારાનો ચણનો લોટ ઉમેરી સરસ રીતે મિક્સ કરો.

– આટલું કર્યા બાદ તેને પકાવો, અને જો મસાલો ચોંટવા લાગે તો તેમાં થોડીમાત્રામાં પાણી ઉમેરો પછી કડાઇને ઢાંકી દો. પાંચ મિનિટ બાદ તેને ચેક કરી ગેસ પરથી ઉતારી લ્યો.

– આ લઝીઝ શિમલા મિર્ચ સબ્ઝીને એક બાઉલમાં કાઢી ગરમાં-ગરમ સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.