Abtak Media Google News

દિલ્હીની એન.જી. કોર્ટનો લોકહિતાર્થે ઐતિહાસિક ચૂકાદો

ગૌરક્ષા હિત રક્ષક  મંચ, પર્યાવરણ પ્રેમીઓ ગ્રીન ફાઉન્ડેશન અને સરપંચ દ્વારા રજૂ કરાયેલા વાંધા  ધ્યાને લેવાયા

 

અબતક, ચેતન વ્યાસ,રાજુલા

એન.જી.કોર્ટ દિલ્હી દ્વારા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની બાબરકોટ ગામે માઇનિંગ માટે મળેલ પર્યાવરણ મંજૂરી રદ કરી.લોક હિત માટે પ્રથમવાર મોટો ઐતિહાસિક ચુકાદો આપ્યો.બાબરકોટ ગામના યુવા શિક્ષિત પૂર્વ સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ તથા લોઢવા ગામના ભગવાનભાઈ સોલંકી   મહા મહેનતથી  એન.જી.ટી. કોર્ટ દ્વારા સૌથી મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા પ્રથમવાર સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો આવ્યાથી બાબરકોટ ગામ લોકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

એનજીટીનો જાયન્ટ સિમેન્ટ ઉત્પાદક અલ્ટ્રાટેક સિમેન્ટની  માઈનીંગ માટે મળેલ પર્યાવરણ મંજુરી રદ કરતો ચુકાદા અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ  ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને તારીખ 12 નવેમ્બર 2020 નાં રોજ એસઈઆઈએએ અલગ-અલગ બે લાઈમ સ્ટોન માઈનીંગ માટે પર્યાવરણ મંજુરી (ઇસી) આપવામાં  આવી હતી.પર્યાવરણ મંજુરી માટે યોજાયેલ લોકસુનાવણીમાં સ્થાનિક ખેડૂતો લોકોનો વિરોધ્ધ હોવા છતાં પર્યાવરણ મંજુરી (ઇસી) મળતા એન્વારોમેન્ટ એક્ટીવિસ્ટ અરજદાર બાબરકોટ ગામના યુવા સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ તથા ભગવાન સોલંકી લોઢવા   દ્વારા વર્ષ 2020 માં એનજીટી કોર્ટમાં અપીલ દાખલ કરી માઈનિગ માટે મળેલ મંજુરી રદ કરવા દાદ મંગાઈ હતી. લોક સુનાવણીમાં ખુબજ મહત્વનો મુદ્દો કે તે ગરીબીના બદલે કેટેગરી એ હોવા ની રજૂઆત કરી હતી.

માઇનિંગ અંગે મંજૂરી મેળવતા પહેલાં યોજાયેલા લોક સુનાવણીમાં અને ત્યારબાદ એક્સપર્ટ કમિટી ઓમાન પણ પર્યાવરણ પ્રેમી અને ગૌરક્ષા હિત રક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવો ટ્રસ્ટના પ્રમુખ ચેતનભાઇ વ્યાસ દ્વારા પણ આ લોક સુનાવણીમાં ખૂબ જ મહત્વનો મુદ્દો આ પ્રોજેક્ટ કેટેગરી એ માં આવતો હોવાથી પર્યાવરણની મંજૂરી આપવામાં ન આવે કંપની દ્વારા સરકારને ગેરમાર્ગે દોરી એ કેટેગરીમાં ન આવે તે માટે બે બે દિવસ સુનાવણી રાખી ને ખૂબ જ ચાલાકી પૂર્વક એ કેટેગરી મા ન આવે તે માટે આવું કૃત્ય કરેલ હોય તે અંગેની લોક સુનાવણીમાં અને ત્યારબાદ એમ. ઓ. ઈ.એફ તેમજ એક્સપોર્ટને પણ આ અંગેની રજૂઆત કરી હતી અને આ રજૂઆતના સંદર્ભે એક્સપર્ટ દ્વારા પણ લેખિતમાં વાંધો રજૂ કરેલ હોય, જેને એનજીઓ દ્વારા પણ મહત્વનો મુદ્દો માનીને આ મંજુર થયેલ એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ ને રદ કરી દીધો છે.

અરજદારની દાદ અન્વ હોયે એનજીટી 30 જુન 2021 નાં હુકમથી બન્ને માઈનીંગની તપાસ નિષ્ણાત કમિટી દ્વારા કરી રીપોર્ટ રજુ કરવા હુકમ કરવામાં આવેલ જે કમિટી દ્વારા તપાસ કરી 15 જાન્યુઆરી 2022નાં કોર્ટમાં રીપોર્ટ રજુ કરવામાં  આવ્યો હતો.એનજીટીનાં પ્રમુખ ન્યાયધીશ આદર્શકુમાર ગોએલ ત્થા ન્યાયયિક સભ્ય સુધીર અગ્રવાલ, નિષ્ણાત સભ્યો  ડો.નગીન નંદા, ડો.એ.સાનથિલ વેલ તેમજ ડો.વિજય કુલકર્ણીની બેન્ચે 21 ફેબ્રુઆરીનાં ઓર્ડર પાસ કરી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને અમરેલી જીલ્લાનાં બાબરકોટ ગામે વિસ્તાર 49 હેક્ટર ત્થા 14 હેક્ટર જમીન ઉપર લાઈમ સ્ટોન ખનીજ માઈનીંગ માટે મળેલ પર્યાવરણ મંજુરી રદ કરવાનો હુકમ કરવામાં આવેલ, વધુમાં હુકમમાં જણાવવામાં આવેલ જે પરીયોજનાંનાં એ-શ્રેણીમાં આવતી હોવાથી વર્ગીકૃત થવામાં પર્યાવરણ કાયદાઓનું ઉલ્ઘન થયું હોય તેમજ જે બન્ને માઈનિગ મંજુર કરવામાં આવેલ છે

તેમની સાથે અન્ય માઈનિગ વિસ્તાર 565 હેક્ટરમાં એક જ માલિકીની હોય તેમજ વર્તમાનમાં આ માઈનીંગમાં ખોદકામ કાર્યરત હોય તેમજ અલગ-અલગ ત્રણ માઈનીંગ એક જ કંપનીની હોય એક બીજી ખાણોની સરહદ ભળતી હોય તેમજ બ્રહુદ ગીરનો આ વિસ્તાર વન્યપ્રાણી સંરક્ષણ માટે ખુબ મહત્વનો હોય સમગ્ર માઈનીંગોને જૂથ યોજનાં તરીકે ગણી તેમની જૂથ યોજનાં તરીકે અભ્યાસ હાથ ધરવો જોઈતો હતો, જૂથ યોજના માટે મંજૂરી મેળવવાની રહે તેમજ લોસુનાવણી દરમિયાન રજુ થયેલ મુદાઓ જેવા કે પર્યાવરણ અને વન્યજીવો ઉપર થનાર વિધાતક અસરો, હવા પ્રદુષણ, પાણી પ્રદુષણ જેવા મુદાઓને નજર અંદાજ કરવામાં  આવ્યા છે.

વર્ષ 2017માં પર્યાવરણ મંજુરી માટે યોજાયેલ લોક્સુનાવણી દરમિયાન સ્થાનિક નાગરીકો અને બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા જે રજુઆતો કરવામાં આવેલ કે કંપની દ્વારા ગામની ખેતીલાયક 90 ટકા જમીનમાં ખાણકામને મંજુરી મળતા ગામના ખેડૂતોની આજીવિકા ગુમાવી બેઠા છે, જેથી ગામના સ્થાનિકોની સ્થિતિ ખુબ ખરાબ છે, તેમજ માઈનીંગ ઉઘોગના કારણે ખેતી સંપૂર્ણ નાશ પામતા ગામને મજુરી( કામ ધંધા) મળતી બંધ થઇ ગયા છે, કપની દ્વારા સ્થાનિક અસરગસ્ત લોકોને કોઈ રોજગારી આપવામાં આવતી નથી, કંપની સ્થાનિકોને રોજગારી પૂરી પાડતી નથી, તેમજ કંપનીને સ્થાનિક અસરગ્રસ્ત વિસ્તાર તરીકે બાબરકોટ ગામમાં જે સીએસઆરની કામગરી કરવી જોઈએ તે કોઈ પણ પ્રકારની કામગરી કંપનીએ ગામમાં કરેલ નથી, કંપની 40 વર્ષથી ખાણકામ કરી રહી છે તેમજ તેમનો ઉઘોગ ચલાવી રહી છે તેમ છતાં સ્થાનિક ગ્રામપંચાયતનાં વિકાસ માટે ક્કોઈ કામગરી કરવામાં આવેલ નથી, બાબરકોટ ગામના યુવા સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટની રજૂઆત મુજબ ગામની અંદર માઈનીંગ અને ઉઘોગ બન્ને આવેલા હોય ત્યારે કંપની દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવે છે

ત્યારે અમો રજૂઆત કરીએ એટલે કંપનીએ અમારી ઉપર ખોટા પોલીસ કેસ દાખલ કરેલ છે આમ કપની ગામની અંદર સામજિક પ્રદુષણ ફેલાવે છે,માઇનિંગ અંગે મંજૂરી મેળવતા પહેલાં યોજાયેલા લોક સુનાવણીમાં અને ત્યારબાદ.     ળ. જ્ઞ. ય. ર. અને એક્સપર્ટ કમિટી મા પણ પર્યાવરણ પ્રેમી અને ગૌરક્ષા હિત રક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવો ટ્રસ્ટના પ્રમુખ ચેતનભાઇ વ્યાસ દ્વારા પણ આ લોક સુનાવણીમાં ખૂબ જ મહત્વનો મુદ્દો આ પ્રોજેક્ટ કેટેગરી એ માં આવતો હોવાથી પર્યાવરણની મંજૂરી આપવામાં ન આવે કંપની દ્વારા સરકારને ગેરમાર્ગે દોરી એ કેટેગરીમાં ન આવે તે માટે બે બે દિવસ સુનાવણી રાખી ને ખૂબ જ ચાલાકી પૂર્વક એ કેટેગરી મા ન આવે તે માટે આવું કૃત્ય કરેલ હોય તે અંગેની લોક સુનાવણીમાં અને ત્યારબાદ એમ. ઓ. ઈ.એફ તેમજ એક્સપોર્ટને પણ આ અંગેની રજૂઆત કરેલ હતી અને આ રજૂઆતના સંદર્ભે એક્સપર્ટ દ્વારા પણ લેખિતમાં વાંધો રજૂ કરેલ હોય, જેને એનજીટી દ્વારા પણ મહત્વનો મુદ્દો છે.

સ્થાનિક લોકોએ લોક્સુનાવણીમાં ઉઠાવેલ પ્રશ્નો રજૂઆત ધ્યાને લીધા વગર માઈનિગ માટે મંજુરી મળતા કાયદા પ્રમાણે મંજુરી રદ કરવા સમગ્ર સોરાષ્ટ્રમાં પર્યાવરણ વન્યજીવ રક્ષણ માટે કામકરતી સંસ્થા ગો ગ્રીન ફાઉન્ડેશનનું માર્ગદર્શન મેળવી  ભગવાન સોલંકી લોઢવા અને બાબરકોટ ગ્રામ પંચાયતના યુવા  સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા એનજીટી કોર્ટમાં અપીલો ફાઈલ કરવામાં આવેલ, કોર્ટ દ્વારા કંપનીને બાબરકોટ ગામમાં મળેલ મંજુરી રદ કરી દેવામાં આવતા સમગ્ર પર્યાવરણ વનયજીવ તેમજ વિશાલજાહેર હિત માટે મહત્વનો ચુકાદો આવતા સ્થાનિક રહીશોમાં ન્યાયપાલિકા ઉપરનો વિશ્વાસ બંધાયો હતો સ્થાનિકોમાં ખુશીનો માહોલ પ્રચરી ગયેલ હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.