Abtak Media Google News
  • ટી 20 વિશ્વ કપ માટે ભારતીય ટીમનો આધારસ્તંભ છે વિરાટ કોહલી જેને સ્ટ્રાઈક રેટ સુધારવી પડશે

ક્રિકેટનું શોર્ટ ફોર્મેટ ટી20 અનેકવિધ રીતે મહત્વનું બની ગયું છે. આ એકમાત્ર ફોર્મેટમાં દડા ઓછા અને રન વધુની બોલબાલા છે. ત્યારે ટી20 વર્લ્ડ કપમાં સેફ ગેમ રમનાર કરતાં સાહસિક રમત રમતા ખેલાડીઓને પહેલી પસંદગી મળશે કારણ કે આવતા સપ્તાહમાં જ ટી20 વિશ્વ કપ માટે ભારતીય ટીમની પસંદગી થશે ત્યારે ભારતીય ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે કે જે સેવ ગેમ રમતા હોય છે નહીં કે સાહસિક ગેમ જેમ કે શ્રેયસ ઐયર , કે.એલ રાહુલ , વિરાટ કોહલી સહિત અનેક. ગઈકાલના હૈદરાબાદ સામેના બેંગ્લોરના મેચમાં વિરાટ કોહલીએ જે અર્ધસદી ફટકારી તેમાં જે રન બનાવવામાં આવ્યા તેની સામે સૌથી વધુ દળ આપણને રમાયા જે વિરાટ કોહલી ની ક્ષમતા નથી અને તેને લઈ સુનિલ ગાવસ કરે પણ ટિપ્પણી કરી હતી.

Advertisement

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા સહિત વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ વિકેટ ગુમાવવા ની બીક વગર તેઓ જંગી સ્કોર બનાવી રહ્યા છે. ટી 20 મેચોની વાત કરવામાં આવે તો જે ખેલાડી 10 બોલમાં 30 રન ફટકારે તેનું મહત્વ ખૂબ વધુ છે. ત્યારે આવતા સપ્તાહમાં ભારતીય ટીમની જે પસંદગી થવાની છે તેમાં વિરાટ કોહલીએ પોતાની સ્ટ્રાઇક રેટ સુધારવી ખૂબ જરૂરી છે નહીંતર ટીમ ઉપર તેનું ભારણ વધશે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ગુરુવારે આરસીબીની 35 રને જીત થઈ હતી, આ સિઝનમાં તેમની બીજી જીત, તેમની છ મેચની હારનો સિલસિલો સમાપ્ત થયો અને તેમની પ્લેઓફની આશા જીવંત રાખી. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટની ટીકા કરી હતી.

અંતે સતત છ મેચ હાર્યા બાદ બેંગલોરનો હૈદરાબાદ સામે 35 રને વિજય

વિરાટ કોહલી અને રજત પાટીદારની અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 35 રને વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 7 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 171 રન જ બનાવી શક્યું હતું. આ સીઝનમાં ત્રણ સૌથી ઊંચા સ્કોર (287/3, 277/3, 266/7) હૈદરાબાદના નામે છે, પરંતુ ગુરુવારે બેન્ગલૂરુ સામે એણે પોણાબસો રન પણ ન બનાવ્યા અને 35 રનથી પરાજય જોવો પડ્યો. એ પહેલાં, બેન્ગલૂરુએ હાઈ-સ્કોર માટે માહેર હૈદરાબાદની ટીમને પ્રથમ બૅટિંગનો હવે બીજી વાર મોકો ન આપવાના આશયથી ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી અને સાત વિકેટે 206 રન બનાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.