Abtak Media Google News

માળીયા મિયાણા તાલુકો કચ્છના નાનારણના સીમાડે આવેલો છે આ તાલુકાના કુલ ૪૭ ગામડાઓ આવેલ છે. અહીં મુખ્ય વસ્તી મિયાણાની હોવાથી તે માળીાય મિયાણા તરીકે ઓળખાય છે. આ વિસ્તાર અગાઉ માત્ર સંપૂર્ણપણે વરસાદ આધારીત હતો કારણ કે નજીક કચ્છની ખાડી વિસ્તાર હોવાથી તથા પાણી સંગ્રહની પર્યાપ્ત વ્યવસ્થા ન હોવાથી તળમાં ખારાશનું પ્રમાણ જોવા મળતું હતું. જેથી ખેડુેતો માટે પિયત કરવી મુશ્કેલ હતી. આ વિસ્તારની સમસ્યા પર્યાવરણી વિકાસ કેન્દ્ર રાજકોટના ઘ્યાને આવતા આ વિસ્તારના લોકોને મદદરુપ થવાનું બીડું પર્યાવરણ વિકાસ કેન્દ્રના તુષારભાઇ પંચોલી અને અનીલભાઇ બારોટ વિગેરેએ ઉઠાવ્યું હતું. 1 78

પર્યાવરણી વિકાસ કેન્દ્ર દ્વારા આ વિસ્તારના ગામ ચીખલી, વરડુસર, ખીરઇ, વર્ષામેડી, રાખોડીયા, સુલતાનપુરમાં ચેકડેમો બનાવવાનું તૂટી ગયેલા ચેકડેમો રીપેર કરવાનું તથા તળાવો ઉડા કરવાનું કાર્ય હાથ ધરાતા આજે આ વિસ્તારના ખેડુનો ૩-૩ ઉપજ લેતા થયા છે. તેમજ નવા ૮ ચેકડેમોનું નિર્માણ ૩ ચેકડેમોનું રીપેર તેમજ ૪ તળાવોને ઉડા કરવામાં આવેલ છે. અને આ તળાવો ઉડા કરી અને વ્યવસ્થિત પાળો બનાવી દેવાતા પાણીની સંગ્રહ સમતામાં નોધપાત્ર વધારો થવા પામેલ છે. પર્યાવરણીય વિકાસ કેન્દ્રએ આ વિસ્તારની પાણીની, ધાસચારાની, રોજગારીની સમસ્યા હલ કરવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નો હાથ ધરતા આજે માળીયા મીયાણા વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. પર્યાવરણીય વિકાસ કેન્દ્રને મહત્વનો ટેકો અને માર્ગદર્શન ગૌરાગભાઇ ઓઝા દ્વારા તથા પર્યાવરણીય વિકાસ કેન્દ્રને ટેકનિકલ ગાઇડાન્સ રીટાયર્ડ પ્રોફેસર જે.એન.જોષી તથા આર્કિટેક સુનીલભાઇના સહયોગથી પ્રાપ્ત થયો છે જેને પરિણામે આજે આ વિસ્તારના ખેડુતોને પુરતા પ્રમાણમાં પાણી મળીરહ્યું છે. ચેકડેમો, તળાવોને કારણે ઘાસચારો પર્યાપ્ત માત્રામાં થતાં પાંચ હજાર જેટલા પશુઓનો નિભાવ સરળ બન્યો છે.3 53

નવા ચેકડેમો બનતા, જુના રીપે કરાતા અને તળાવો જળસંગ્રહ સારા પ્રમાણમાં થવા માંડયું છે. પરિણામે ખારાશને કારણે ખેતીની જમીન નકામી પડી રહેતી તેમાં હવે સતત વિવિધ પાકો ઉગાડવામાં આવી રહ્યા છે. તથા જમીનો સુધરી રહીછે અને પરિણામે જમીન ખેતીલાયક થતા ખેડુતો સમૃઘ્ધિ તરફ ગતિ કરી રહ્યા છે. ખાસ કરીને ઓછા વરસાનના સમયે પણ ખેતી માટે પાણી મળી રહ્યું છે. આમ સરવાળે જોતા પર્યાવરણીય વિકાસ કેન્દ્ર અને તુષાર પંચોલી અને અનિલભાઇ બારોટ, ગૌરાંગભાઇ ઓઝા, જે.એન.જોશી અને સુનીલભાઇ તેમજ સ્થાનીક ગ્રામજનોની મહેનત સફળ ગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.