Abtak Media Google News

શાંત કાશ્મીરને અશાંત દેખાડીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવા સ્થાનિક હરામીઓની મદદથી પાક. ઉંબાડીયા કરી રહ્યું છે જ્યારે પીઓકેમાં નાગરિકોના નામે રેલી યોજીને સહાનુભૂતિ દર્શાવવાનો નાકામ પ્રયાસ કરી રહ્યું છે

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ ને કેન્દ્રની મોદી સરકારે દુર હટાવીને આતંકવાદના મુળમાં સીધો ઘા કર્યો છે. જેથી, આતંકવાદનું આકા ગણાતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હોય તેમા આ મુદ્દાને આતંરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો નાકમિયાબ પ્રયાસ કર્યો હતો. જેથી રઘવાયા બનેલા પાકિસ્તાને કાશ્મીરમાં રહેલી શાંતિને પલિતો ચાંપવા નાપાક હરકતો શરુ કરી છે. જેના ભાગરુપે ગઇકાલે પીઓકે માં હજારો કાશ્મીરીઓની રેલી યોજીને દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, એલઓસી પર ભારતીય સેનાના ચાંપતા બંદોબસ્તથી પાક વડાપ્રધાન ઇમરાને થુકેલું ચાટીને આંદોલનકારીઓને શાંતિની અપીલ કરવી પડી હતી. દરમ્યાન, ગુપ્તચર સુત્રોમાંથી મળેલી માહીતી મુજબ એલઓસી પરથી ૩૦૦ જેટલા આતંકીઓને ધુસણખોરી કરવા પાક સેનાએ યોગ્ય તકની ફીરાકમાં છે.

હાલમાં જમ્મુ કાશ્મીરમાં આશરે ૨૦૦ થી ૩૦૦ આતંકવાદીઓ સક્રિય છે. પાકિસ્તાન સરહદ પર ફાયરિંગનો આશરો લઇને કેટલાક વધુ આતંકવાદીઓ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે રવિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે શિયાળો શરૂ થાય તે પહેલાં જમ્મુ-કાશ્મીરમાં વધુને વધુ આતંકવાદીઓ ઘુસણખોરી કરવાના હિતમાં પાકિસ્તાન છે. તેમણે કહ્યું કે કાઉન્ટર ઘુસણખોરી ગ્રીડને સક્રિય કરવા છતાં, જમ્મુ-કાશ્મીરની સરહદ પારથી મોટી સંખ્યામાં આતંકીઓ ઘૂસી ગયા છે.

સરહદી પૂંછ જિલ્લાની મુલાકાત દરમિયાન ડીજીપીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલમાં જમ્મુ કાશ્મીરમાં ૨૦૦ થી ૩૦૦ આતંકવાદીઓ સક્રિય છે. સામાન્ય રીતે આ આંકડાઓ સમાન હોતા નથી અને તે બદલાતા રહે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને ઘુસણખોરી કરનારા આતંકીઓની સંખ્યા વધારવા માટે સરહદ પર યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં વધારો કર્યો છે.

દિલબાગસિંહે કહ્યું, ’જમ્મુ-કાશ્મીરના બંને વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા મોટા પાયે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા કનાચક, આરએસપુરા અને હીરા નગર સેક્ટરમાં યુદ્ધ વિરામની ઘટનાઓ જોવા મળી રહી છે. એલઓસી પર, પૂંચ, રાજૌરી, ઉરી, નંબલા, કર્ણાહ અને કેરાન સેક્ટરમાં પાકિસ્તાનને ઘુસણખોરી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પ્રાંતના પોલીસ વડાએ કહ્યું કે પાકિસ્તાન શિયાળા પહેલા મોટી સંખ્યામાં આતંકવાદીઓમાં ઘુસણખોરીના હેતુથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અમારી ઘૂસણખોરી વિરોધી ગ્રીડ ખૂબ જ મજબૂત છે અને ઘૂસણખોરીના તમામ પ્રયાસો સફળતાપૂર્વક નાબૂદ કરવામાં આવ્યા છે. જો કે, તેમણે કહ્યું કે આ પછી પણ મોટી સંખ્યામાં આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી થયાના સમાચાર મળી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ના ખાતમા બાદ રાજયને વિશેષ દરજજાના બંધનમાંથી મુકિત અપાવ્યાની સરકારના સફળ આયોજનથી હાથ ધસતું રહી ગયેલું પાકિસ્તાન કાશ્મીરને હંમેશા સળગતું અને અરાજકતામાં રાખવાની ફિરાકમાં હોય તેમ કાશ્મીરનું જનજીવન અશાંત રહે અને તંત્ર કોઇ સારા કામ ન કરી શકે તે માટે આતંકીયાને રાજયમાં ધુસાડવાની ફિરાકમાં રહે છે સેનાએ ગુરેજ સેકટરના ડુંગન અને વાણઘાટ ત્રખલાઓના સિઘ્ધુ ખીણના દુગર્મ વિસ્તારોમાંથી ધુષણખોરોને ભારતમાં ગેરકાયદેસર રીતે મોકલવાનો પર્દાફાશ કરી જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા છ વર્ષથી શાંતિ ગણાતા આ વિસ્તારમાં ધુષણખોરની પ્રથમ ધટના ઝડપી લીધી છે. સેનાએ ધુષણખોરની પ્રથમ ધટના ઝડપી લીધી છે. સેનાએ ધુષણખોરીનો પ્રયાસ કરતા બેને ઠાર માર્યા હતા.

સિંધની ખીણ તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરક્ષા દળોએ ર૭મી સપ્ટે. થી ૩ ઓકટો. સુધી હાથ ધરેલા ઓપરેશન ટેરિરિટે માં બે આતંકીયોને ઠાર કર્યા હતા. છેલ્લા આ વિસ્તારમાં ઓગસ્ટ ૨૦૧૩માં આવી કાર્યવાહી થઇ હતી. પાકિસ્તાન જમ્મ-કાશ્મીરમાં તાલીમ બઘ્ધ આતંકવાદીઓને લાઇન ઓફ કંન્ટ્રોલ માંથી ભારતમાં ધુસાડવાની પેરવી કરતું રહે છે.

પાકિસ્તાન આ વિસ્તારના યુવાનોને જીંદગી અને મિલકતોની સુરક્ષાનો ભય બતાવીને આતંકી બનાવવાની પેરવી કરતું રહે છે. ગુપ્તચર વિભાગના અહેવાલો મુજબ સૈન્યને બાતમી મળી હતી. કે બે ટુંકા સ્પોરટીંગવાળ ધરાવતા અને ખંભાઉપર રોકેટ અને ગ્રેનેડ લોન્ચર સાથેના બે યુવાનો આ વિસ્તારમાં જોવા મળ્યા હતા. અખરોટની ખેતી કરતા લોકો સાથે જોવા મળેલા આ યુવાનોના ગંદરવાલ અને કારગલી પોલીસે શોધવાનું શરુ કર્યુ હતું. બે યુવાનોના એન્કાઉન્ટર બાદ કેટલાંક લોકોએ આખાતમાં ફોન કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા બે યુવાનો  પાસેથી વાયરલેસ મળી આવ્યા છે. આ યુવાનો પાકિસ્તાની આ સાથે સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે. મૃતકોના ડીએનએની તપાસ કરીને તેમના પરિવારની શોધખોળ શરુ કરવામાં આવશે.

સાઉદી અરેબીયામાં રહેતો કેટલાક લોકોનું આ યુવાના સાથે સંપર્કની પોલીસને બામતી મળી છે પાકિસ્તાનના ધુષણખોરોના ષડતંત્ર સાથે સાથે ગુપ્તચર વિભાગને એવી માહીતી પણ મળી છે કે શ્રીનગર સેન્ટ્રલ જેલમાં રહેતા કેટલાંક કેદીઓ જેસે મોહમદના વિદેશી આતંકીઓ સાથે સંપર્કમાં રહે છે અને અનંતનાગ અને સોયરમાં આરાજકતા માટે મદદરુપ થાય છે સેનાની ગોળીએ ઠાર મરાયેલા આ બન્ને યુવાનો શ્રીનગર અને અવંતીપુર વિમાન મથક અને રાવલપરાની બેંક કોલોનીને નિશાન બનાવવાના હોવાની બાતમી બહાર આવી છે. બે દિવસ પહેલા જ એનએસજી આ બાતમીના પગલે જમ્મુ-શ્રીનગર અને લેહના વિમાન મથકે દોડી ગઇ હતી અને પ્રવેશ દ્વારાો પર કડક સુરક્ષા અને ચેકીંગ હાથ ધરી હતી. જેસના આતંકીયો ત્રણ ત્રણની ટુંકડીમાં એરપોર્ટ પર હુમલા કરવાની ફિરાકમાં હોવાની ગુપ્તચરને માહીતી મળી હતી.

શ્રીનગરમાં સ્થિતિ સુધરે નહી તે માટે રિયાઝ નાયક નામનું આતંકી બેગપુરામાં નજરે પડયો હતો ગુપ્તચર વિભાગને મળેલી નવી બાતમીમાં ડો. ડો. શેકુલ્લા નામના આતંકીને હિજબુલ મુજાહિદના કમાન્ડર તરીકે રીયાઝ નાયડુની જગ્યાએ ગોઠવવામાં આવ્યો છે. સેનાએ બે આતંકીઓને ઠાર મારીને દુશ્મન દેશના ઘુષણખોરીના મોટા ષડયંત્રને નાકામ બનાવ્યો છે.

કાશ્મીરમાં જનજીવન કોઇપણ રીતે શાંત ન થાય તે માટે હવાતિયા કરતું પાકિસ્તાન તમામ મુદ્દે નિષ્ફળ રહ્યા બાદ આતંકવાદના રસ્તે જમ્મુ-કાશ્મીરમાં અરાજકતા ફેલાવવા ફરીથી જેસે મોહમદ જેવા આતંકીયોને ઉશ્કેરીને રાજયની શાંતિમાં પલીતો ચાપવાના પ્રયાસનો રવિવારે ભાંડાફોડ થયો હતો.

ઉ. કાશ્મીરના બારામુલ્લા જીલ્લામાંથી સુરક્ષા દળોએ જેસે મોહમદના આતંકીને જીવતે જીવતો ઝાલી લીધો હતો. રવિવારે સુરક્ષા દળોએ આતંકવાદીઓ  વિરુઘ્ધ હાથ ધરેલા અભિયાનમાં મોહસીન મંજુર સાલેહા નામના આરામપુરા આઝાદ ગંજ વિસ્તારના યુવાનને હિરારતમાં લીધો હતો. સુરક્ષા દળોના પ્રવકતાએ જણાવ્યું હતું કે બારામુલ્લા પોલીસ ચોપડે નોંધાયેલા બેકેસમાં વોન્ટેડ સાલેહા જેસે મોહમ્મદ સાથે જોડાયેલા છેઅને તે રાજયમાં મોટી આતંકવાદી ગતિવિધિઓ અને હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતો.

સાલેહા અને તેનું જુથ જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે. આતંકી હુમલાનું કાવતરું ધડી રહ્યા હતા. સાલેહાને જયાંથી દબાોચવામાં આવ્યો તે ઘરમાંથી જોખમી ચીજવસ્તુઓમાં હથીયારો અને દારુગોળા સહીતનો મુદામાલ કબ્જે કર્યા હોવાનું સુેનાના પ્રવકતાએ જણાવ્યું હતું. શ્રીનગરમાં સતાવાળાઓને અને ગુપ્તચર વિભાગને બાતમી મળી હતી કે બારામુલ્લા વિસ્તારમાં જેસે મોહમદ ના આતંકીયો છુપાયા છે અને મોટા હુમલાની ફીરાકમાં છે. સુરક્ષા દળોએ ઉ.કાશ્મીરના બારામુલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરીને છ વરસથી નાસતો ફરતો અને ગંભીર ગુન્હોમાં જેના નામે એફ.આઇ.આર. ઓ દર્જ છે. એવા મોહસીન મંજુર સાલેહા જેવા આઝાદ ગંજના બારામુલ્લામાંથી દબોચી લેવાયો હતો.  સુરક્ષા દળોએ તેની પુછપરછ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.