Abtak Media Google News

શહેરમાં કુલ ૫૩ ફાયર વાહનો કાર્યરત: મોટી આગને કાબુમાં લેવાની જવાબદારી ઈમરજન્સી વિભાગના શિરે

શહેરમાં આગ બુઝાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૭ ફાયર સ્ટેશનો કાર્યરત છે. શહેરના ફાયર બ્રિગેડનો સ્ટાફ આગને કાબુમાં લેવા માટે સાધનો અને આવડતથી સંપૂર્ણપણે સક્ષમ છે.

જે અંગે વધુ વિગત આપતા ફાયર ઓફીસર વી.કે.ઢેલાએ જણાવ્યું હતું કે, હાલમાં વસ્તીને ધ્યાનમાં રાખી ૭ ફાયર સ્ટેશન છે અને એક ઈમરજન્સી સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેની મંજુરી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. જેનો ઉપયોગ ઈમરજન્સી સમયે કરવામાં આવે છે. જયારે એક સાથે વધુ જગ્યાએ આગ લાગે તો ત્યારે પહેલા વિસ્તારના આજુબાજુના ફાયર ફાઈટરને બોલાવવામાં આવે છે. જે વિસ્તારમાં વધુ આગ લાગી હોય ત્યારે ઈમરજન્સી ફાયર સેન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં ૧૪ એપ્રિલને ધ્યાનમાં લઈને સેફટી વિક મનાવવામા આવે છે ત્યારે ૨ ફાયર ફાઈટર બંદોબસ્ત અને ૨ બોટાદમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલવામાં આવ્યા હતા. સ્ટાફને ત્રણ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમજ ૧૫મી ઓગસ્ટ, ૨૬ જાન્યુ અને ૧૪ એપ્રિલના પ્રોગ્રામમાં ટીમને લઈ જવામાં આવે છે. હાલમાં અત્યારે પુરતા પ્રમાણમાં સાધનો તેમજ સ્ટાફ છે તો પણ રાજકોટના જે સાંકડા વિસ્તાર છે તેના માટે એક મીની ફાયર ટેન્કર લેવાના છીએ. ૨૨ માળનું બિલ્ડીંગ બન્યું છે. તે માટે ૭૫ મીટરનું એક હાઈડ્રોલિક પ્લેટફોર્મ લેવાના છીએ. હાલમાં કુલ ૫૩ ફાયર વાહનો છે અને તેમાના ૧૫ વાહનો કોર્પોરેશનના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.