Abtak Media Google News
  • ત્રણેય કંપનીની ભાગીદારી હેઠળ ફોર વ્હીલ ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા અને ગ્રાહકોને સેવા પૂરી પાડવા કેસ્ટ્રોલના હાલના ઓટો સર્વિસ નેટવર્કનું વિસ્તરણ કરશે
  • ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રીક વ્હીકલ સર્વિસ નેટવર્ક તૈયાર કરીને ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલને ઝડપથી સ્વીકાર્ય બનાવવાનો હેતુ

ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવવા અને તેના ઉપયોગના વિકાસને વેગ આપવા માટેની અપેક્ષિત ગતિવિધિના ભાગરૂપે એમજી મોટર ઇન્ડિયા અને કેસ્ટ્રોલ ઇન્ડિયા ઇલેક્ટ્રિક કાર ક્ષેત્રની ગતિશીલતાના ઉકેલો શોધવા માટે જિયો-બીપી સાથે સહયોગ કરવા તૈયાર છે. આ ભાગીદારી હેઠળ જિયો-બીપી, એમજી મોટર અને કેસ્ટ્રોલ ફોર-વ્હીલર ઇવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા અને ઇવી ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવા કેસ્ટ્રોલના હાલના ઓટો સર્વિસ નેટવર્કનું વિસ્તરણ કરશે.

Advertisement

જિયો-બીપી અને એમજી મોટરની ઈલેક્ટ્રિક કારના ગ્રાહકોને વિશાળ અને વિશ્વસનીય ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની તથા ભારતમાં ઇવી અપનાવવાની પ્રક્રિયાને વેગવંતી બનાવવાની પ્રતિબદ્ધતાને આ ભાગીદારી અત્યંત સુસંગત છે. જિયો-બીપી એક ઇકોસિસ્ટમ બનાવી રહી છે જે ઇવી મૂલ્ય શ્રૃંખલામાં તમામ હિતધારકોને લાભકર્તા રહેશે અને ગયા વર્ષે કંપનીએ ભારતના બે સૌથી મોટા ઇવી ચાર્જિંગ હબનું નિર્માણ કરી તેનું લોન્ચિંગ પણ કર્યું હતું. આ સંયુક્ત સાહસનો ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ ભારતીય ગ્રાહકોને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરે છે, જે જિયો-બીપી પલ્સ બ્રાન્ડ હેઠળ કાર્ય કરે છે. જિયો-બીપી પલ્સ મોબાઈલ એપ વડે, ગ્રાહકો સરળતાથી નજીકના ચાર્જિંગ સ્ટેશન શોધી શકે છે અને તેમના ઈવીને કોઈ પણ અગવડ વગર ચાર્જ કરી શકે છે.

ભારતમાં તેની શરૂઆત થઈ ત્યારથી એમજી મોટર સાતત્યપૂર્ણ સેવાઓ આપે તેવા ભવિષ્યના નિર્માણના વિઝન સાથે ઇલેક્ટ્રિક મોબિલિટી માટે પ્રતિબદ્ધ છે. વ્યૂહાત્મક ભાગીદારીનો ઉદ્દેશ્ય દેશમાં મજબૂત ઇવી ચાર્જિંગ અને સર્વિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરીને શહેરો વચ્ચે અને શહેરોની અંદરની મુસાફરી માટે ઇવી-ફ્રેન્ડલી માર્ગો તૈયાર કરવાનો છે. ભારતની પ્રથમ પ્યોર ઈલેક્ટ્રિક ઈન્ટરનેટ એસયુવી – ણજ ઊટ એક જ ચાર્જમાં 461 કિમીની અપડેટેડ રેન્જ ઓફર કરે છે, આ કારના લોન્ચ સાથે એમજીએ ઇવી ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે બહુવિધ પગલાં ભર્યાં છે.

આ ભાગીદારી હેઠળ, કેસ્ટ્રોલ ફોર-વ્હીલર ઇલેક્ટ્રિક કાર માટેની સેવાઓ આપવાનું શરૂ કરવા માટે તેના હાલના મલ્ટી-બ્રાન્ડ ઓટો સર્વિસ નેટવર્ક અને એક્સપ્રેસ ઓઇલ ચેન્જ સેન્ટરનો વિકાસ અને વિસ્તરણ કરશે. આ સેવાઓ સમગ્ર ભારતમાં જિયો-બીપી મોબિલિટી સ્ટેશનો તેમજ પસંદગીના કેસ્ટ્રોલ ઓટો સર્વિસ વર્કશોપ ઉપર પણ ઓફર કરવામાં આવશે, શરૂઆતમાં ઇવી અને નોન-ઇવી ફોર-વ્હીલર બંને પ્રકારના વાહનોને સેવા આપવામાં આવશે. આ ઉપરાંત કેસ્ટ્રોલ તેના ઓટો સર્વિસ નેટવર્કમાં ઇવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં પણ મદદ કરશે. ઇલેક્ટ્રિક વ્હીકલ લોકો વધુ ને વધુ અપનાવશે તે સાથે કાર મિકેનિક્સને નવીનતમ ઓટોમોટિવ તકનીકો પર તાલીમની પણ જરૂર પડશે. કેસ્ટ્રોલ કાર મિકેનિક્સના વિશાળ સમૂહ સુધી હાલ તેની જે પહોંચ છે તેનો પણ લાભ લેવામાં આવશે અને તેમને વિશિષ્ટ ઇવી તાલીમ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

ઇક્કો ફ્રેન્ડલી રસ્તાઓનો નિર્માણ થશે

ભારતમાં ઇલેક્ટ્રોનીક્સ વ્હીકલને વેગવંતુ બનાવવા ત્રણ કંપનીઓ સજ્જ થઇ છે. ત્યારે હવે ચાર્જીંગ સ્ટેશનો પણ નવા સ્થપાશે. જેને લઇ જીયો-બિપી પ્લસ મોબાઇલ એપના ઉપયોગથી ખબર પડશે કે આજુબાજુના ચાર્જીંગ સ્ટેશનોની શું હાલત છે. જેને લઇ ઇવી ગ્રાહકો સરળતાથી ક્યા સ્ટેશન પર ચાર્જીંગ કરવું તેની માહિતી આ એપ દ્વારા મેળવી શકશે. આ એપ ગુગલ પ્લે પરથી ડાઉનલોડ કરી શકાશે. આ ઉપરાંત ઓટો સર્વિસ નેટવર્કનો વિસ્તાર વધે તે માટે જીયો-બીપી મોબિલીટી સ્ટેશનની સાથે કેસ્ટ્રોલ ઓટો સર્વિસ વર્ક શોપ પર ગ્રાહકો પોતાના ઇલેક્ટ્રીક વાહનો સર્વિસ કરાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.