Abtak Media Google News

એસ્સાર પોર્ટ્સે બેઈરા પોર્ટમાં ૨૦ એમટીપીએની ક્ષમતા ધરાવતુ કોલ ટર્મિનલ વિકસાવવા મોઝામ્બિક સરકાર સાથે સમજુતી કરી

એસ્સાર પોર્ટ્સે બેઈરા પોર્ટ પર સરકારી ખાનગી ભાગીદારી પ્રોજેકટના ભાગ‚પે કોલસાનું નવું ટર્મિનલ વિકસાવવા મોઝામ્બિક સરકાર સાથે ૩૦ વર્ષની ક્ધસેશન સમજુતી કરી છે. પ્રોજેકટનો અમલ ડિઝાઈન, બિલ્ડ, ઓન, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર આધારે થશે અને આ પ્રોજેકટનો અમલ પેટાકંપની ન્યૂ કોલ ટર્મિનલ બેઈરા, એસએ કરશે, જે એસ્સાર અને પોર્ટોસ ઈ કેમિન્હોસ દા ફેરો દા મોસામ્બિક વચ્ચેનું સંયુકત સાહસ હશે. પ્રોજેકટ ૧૦-૧૦ એમટીપીએના બે તબકકામાં મોઝામ્બિકની કોલસા સંચાલન ક્ષમતામાં ૨૦ એમટીપીએનો વધારો કરશે.

મોઝામ્બિક કોલસાનો અંદાજે ૨૩ અબજ ટન ભંડોળ ધરાવે છે. જે દેશને કોલસાનો મુખ્ય નિકાસકાર દેશ બનાવે છે. જે આંતરરાષ્ટ્રીય સ્ટીલ અને વીજ ઉધોગની માંગ પૂરી કરવા સક્ષમ છે. ખાસ કરીને ભારત, ચીન, જાપાન અને કોરિયાની એનસીટીબી મોઝામ્બિકના ટેટ રિજનમાં કોલસાની ખાણના પટ્ટા સાથે રેલવેની કનેકિટવિટી ધરાવતા પ્રતિબદ્ધ છે. જેમાં સીએફએમએ તાજેતરમાં ક્ષમતા ૨૦ એમટીપી વધારી છે. આ પ્રોજેકટનો પ્રથમ તબકકો ૨૭૫ મિલિયન ડોલરના ખર્ચ વિકસાવવામાં આવશે તથા અત્યાધુનિક, મર્ચન્ડાઈઝ અને પર્યાવરણને અનુકૂળ સિસ્ટમ સાથે વિકાસશીલ ડેડિકેટેડ બર્થ ધરાવશે. એક વખત કામગીરી શ‚ થયા પછી ડાઉનસ્ટરીમ ઉત્પાદન તથા સપ્લાયર અને સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં વિસ્તરણ મારફતે દેશના નાગરિકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીમાં નોંધપાત્ર વધારો થશે.

એસ્સાર પોર્ટસના સીઈઓ અને મેનેજિંગ ડિરેકટર રાજીવ અગ્રવાલે કહ્યું હતું કે, ‘અમે આ પહેલ બદલ અને આ પ્રકારના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના પ્રોજેકટ પર એસ્સાર સાથે ભાગીદારી માટે મોઝામ્બિક સરકારને અભિનંદન આપવા ઈચ્છીએ છીએ. તેનાથી મોઝામ્બિકમાંથી કોલસાની નિકાસને પ્રોત્સાહન મળવાની સાથે તેનું અર્થતંત્ર મજબુત થશે તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.