Abtak Media Google News

શાસ્ત્રોકત વિધી-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અભયભાઇ ભારદ્વાજ પરિવાર દ્વારા મહાઆરતી

ભૂદેવ સેવા સમીતી દ્વારા દર વર્ષે ડો. યાજ્ઞીક રોડ ‘રાજકોટ કા મહારાજા ગણેશ મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજકોટ કા મહારાજાનું કોરોના મહામારીને કારણે બ્રહ્મપુરી, દિવાનપરા મેઇન રોડ ખાતે સ્થાપન કરવામાં આવ્યું છે.

પ્રથમ દિવસે બપોરના ચાર વાગ્યે રાજકોટ કા મહારાજા ની દિવ્ય તેજોમય મુર્તિ જે ગોરબમાંથી ઇક્રો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. તેનું બ્રહ્મપુરી ખાતે વિદ્યાન શાસ્ત્રીજી જયભાઇ ત્રિવેદીના હસ્તે વૈદિક મઁત્રોચ્ચાર વિધિ વિધાન સાથે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યુઁ હતું. અને સ્થાપન સમયે સમિતિના સભ્યો સોશ્ય ડીસ્ટન્સીંગ સાથે ઉ૫સ્થિત રહ્યા હતા. અબીલ, ગુલાલ, કંકુ, ફુલહાર તથા ગણેશજીની સ્તુતિ સાથે વિધિ વિધાન મુજબ સ્થાપન સંપન્ન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવના નિત્ય ક્રમ મુજબ પ્રથમ દિવસની રાત્રે ૮ વાગ્યાની ‘રાજકોટ કા મહારાજા’ ની મહાઆરતી બ્રહ્મસમાજના માર્ગદર્શક તથા રાજયભાસના સાંસદ અભયભાઇ ભારદ્વાજ તથા તેમના પરિવાર દ્વારા આરતી ઉતારવામાં આવી હતી.

આ તકે ભારદ્વાજે કહયું હતું કે આપણા શાસ્ત્રો મુજબ ગણેશજીની પુજા સૌ પ્રથમ થાય છે અને ગણેશજીની શ્રઘ્ધાપૂર્વક પુજા કરવાથી આવશ્યક ફળની પ્રાપ્તિ થાય છે અને ગણેશજી હાલમાં પ્રવર્તમાન વૈશ્ર્વિક મહામારીથી સમગ્ર વિશ્ર્વના લોકોને રક્ષણ આપે તેવી પ્રાર્થના છે.

રાજકોટ કા મહારાજા ના આંગણુે બીજા દિવસને મહાઆરતીમાં આર.એમ.સી. બાંધકામ સમીતીના ચેરમેન, વોર્ડ નં.ર ના કોર્પોરેટર મનીષભાઇ રાડીય, વોર્ડ નં.ર ના પ્રમુખ અને બ્રહ્મઅગ્રણી અતુલભાઇ પંડિત, વોર્ડ નં.૧ ના કોપોરેટર અંજના મોરજરીયા, ડો. અલ્પેશભાઇ મોરજરીયા, પ્રમુખ  હિતેશભાઇ વરુ, ઉઘોગપતિ ભરતભાઇ કોરાટ, બ્રહ્મઅગ્રણી જે.ડી. ઉપાઘ્યાય, મહામંત્રી જયરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, લલીતભાઇ વાડોલીયા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા ભૂદેવ સેવા સમીતીના પ્રમુખ તેજસભાઇ ત્રિવેદ, મયુરભાઇ વોરા તથા દિલીપભાઇ જાનીના માર્ગદર્શન હેઠળ શીરીષભાઇ વ્યાસ, અનિલભાઇ ત્રિવેદી, નિરજભાઇ ભટ્ટ, વિશાલ ઉપાઘ્યાય વિગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.