Abtak Media Google News

આજકાલ આપણે સૌથી વધારે કોઈ સાથે જોડાયેલા હોય તો એ છે વોટ્સએપ. આપણે વોટ્સએપ સાથે સતત જોડાયેલા હોઈએ છીએ. કોઈ સાથે આમસ્તા જ વાતો કરવી હોય, કોઈ ને દિલની વાત કહેવી હોય, એમ જ કોઈ સાથે માત્ર સમય પસાર કરવા માટે ગપાટાં મારવા હોય કે પછી જન્મદિવસ, લગ્નની વર્ષ ગાંઠ માટે અભિનંદન પાઠવવા હોય વોટ્સએપએ હવે મનગમતો વિકલ્પ બની ગયો છે.

વોટ્સએપના માધ્યમથી આપણે સરળતાથી દૂર બેઠેલા આપના મિત્રો અને સબંધીઓ સાથે વાત કરી શકીએ છીએ. વોટ્સએપના વધતાં જતાં ઉપયોગથી અન્ય એપ્લિકશન ઓછો થયો છે.

વોટ્સએપનો ઉપયોગ દિવસે દિવસે એટલો વધતો ગયો છે કે હવે તો એવું થઈ ગયું છે કે કઈ કામ ન હોય તો પણ આપણે દિવસ દરમિયાન અસંખ્ય વાર વોટ્સએપ જોતાં હોય એ છીએ. કઈ કામ ન હોય તો કોઈનું પ્રોફાઇલ જોઈ લઈએ છીએ, આપણને કોઈએ msg તો નથી કર્યોને, વગેરે જોઈ લેતા હોઈએ છીએ.

આપણે વોટ્સએપમાં કરેલી વાતો કોઈ જોઈ ન લે, કોઈ વાંચી ન લે એટલા માટે આપણે તેને lock applicationથી lock રાખતા હોઈએ છીએ. આપણે એવું માની લઈએ છીએ કે lock છે એટ્લે હવે કોઈ આપણું વોટ્સએપ ખોલી નહીં શકે અને ન કરવાની વાતો પણ આપણે વોટ્સએપમાં કરતાં હોઈએ છીએ.

Whatsapp

જોકે વોટ્સએપમાં lock રાખવું કઈ ખોટું નથી દરેક લોકો એવું ઇચ્છતા હોય છે કે આપણી કહેલી વાતો માત્ર એ વ્યક્તિ સુધી પહોંચે અન્યને ખબર ન પડે પરંતુ તમને જણાવી દઈએ કે તમારું વોટ્સએપ કોઈ પણ ખોલી શકે છે અને તમારી અંગત વાતો કોઈ પણ વ્યક્તિ વાચી શકે છે.

વોટ્સએપ હેંક કરવું એ કોઈ પણ વ્યક્તિ માટે માત્ર બે જ મિનિટનું કામ છે અને તમારા બધા જ વોટ્સએપના msg વોટ્સએપ વેબથી પોતાના સ્માર્ટ ફોન પર કે ડેસ્કટોપ પેર જોઈ શકે છે.

સૌથી પહેલા તમારા મોબાઇલ પર ગૂગલ ક્રોમ પર વોટ્સએપ વેબ ખોલો પછી સ્ક્રીનની જમણી બાજુ દેખાઈ રહેલા ડ્રોપ ડાઉન મેન્યૂ પર ક્લિક કરી રિક્વેસ્ટ ડેસ્કટોપ ક્લિક કરો.

તમારે ફોનેનો QR કોડ સ્કેન કરવાનો રહશે ત્યારે બાદ થોડી જ વારમાં તમારી વોટ્સએપની તમામ ચેટ તે ડેસ્કટોપ કે ફોન પર ખૂલી જશે. વોટ્સએપનો ઉપયોગ સમજણ સાથે કરવો જોઈએ. વોટ્સએપ ઉપર તમારી બઁક ડીટેલ કે પર્સનલ વાતો શેર ન કરવી જોઈએ. સોશિયલ મીડિયાના કોઈ પણ ટૂલ ઉપર તમારી ડીટેલ શેર ન કરવી જોઈએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.