Abtak Media Google News

આઈએમએફનું ફંડ દેશને તારશે નહિ મારશે તેવો ઘાટ

પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. આમાં સૌથી મોટો પડકાર ખાવાનો છે. દેશમાં ઘઉં અને લોટની અછત સર્જાઈ છે. બજારોમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થોના ભાવ સામાન્ય માણસને પોસાય એમ નથી. જનતાને મદદ પૂરી પાડવા માટે શાહબાઝ સરકાર પાસે પૈસાની કમી છે. તેને તેની છેલ્લી આશા આઈએમએફ તરફથી છે. દરમિયાન, પાકિસ્તાનમાં એક ખાનગી કંપનીએ એક અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત લોકોને મફત રાશન આપવામાં આવશે.  પરંતુ સોશિયલ મીડિયા પર આ અભિયાન પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

પાકિસ્તાનની લોટ કંપની સનરિજ ફૂડ્સે ’તકતવાર પાકિસ્તાન’ નામનું અભિયાન શરૂ કર્યું છે.  આ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવનાર પરિવારોને મફત રાશન પહોંચાડવામાં આવશે.  રાશનના પેકેટમાં તેલ, લોટ, ચોખા અને દાળ જેવી ખાદ્ય સામગ્રી હશે.  સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક વ્યક્તિ આ અભિયાન વિશે ખુલાસો કરે છે અને કહે છે, ’પાકિસ્તાનીઓ ભૂખથી મરી રહ્યા છે અને કોઈ રાજનેતા તેના વિશે વાત નથી કરી રહ્યા.  દરેક પાર્ટી પોતપોતાની સીટો પર ચૂંટણી લડી રહી છે.  તાકતવાર પાકિસ્તાન હેઠળ દોઢ મહિનામાં 10 લાખ ઘરોમાં રાશન પહોંચાડવામાં આવશે.  આ પ્રોજેક્ટ 20 લાખ પરિવારો માટે છે.  એપ્લિકેશન 1 માર્ચે આવશે, જેના પર લોકોએ તેમનો ડેટા એન્ટર કરવાનો રહેશે.

પાકિસ્તાનની ખાનગી કંપનીનું આ અભિયાન એ વાતનો પુરાવો છે કે સરકાર લોકોને રાહત આપવામાં નિષ્ફળ રહી છે.  ટ્વિટર પર આ વીડિયો શેર કરતા એક યુઝરે આ અભિયાનના ભવિષ્ય પર સવાલ ઉઠાવ્યા છે.  યુઝરે લખ્યું, ’આ વ્યક્તિ આપણા દેશને ’ભિખારિસ્તાન’ બનાવી રહ્યો છે.  દરેક વ્યક્તિએ ગરીબોને મદદ કરવી અને ટેકો આપવો જરૂરી છે.  પરંતુ જેડીસી જેડીસી ફાઉન્ડેશન પાકિસ્તાન જે રીતે રસ્તાઓ પર રાશનનું વિતરણ કરી રહ્યું છે, તેનાથી શહેરોમાં ભિખારીઓની સંખ્યામાં વધારો થયો છે.  તેમણે આવા અમીર લોકો સાથે મળીને લોકોને નોકરી આપવી જોઈએ.

બીજી તરફ   પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર હવે 3 અબજ ડોલરની નીચે પહોંચી ગયો છે.  આવી સ્થિતિમાં બધુ જ પાકિસ્તાનની વિરૂદ્ધ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.  એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પાકિસ્તાન આઈએમએફના ઘૂંટણિયે પડી ગયું છે. સામે આઈએમએફ એ અત્યંત કઠિન શરતો મૂકી છે. જેમાં શરતો જોઈએ તો સબસીડી ન આપવી, વ્યાજદર ઊંચા રાખવા સહિતની શરતોનો સમાવેશ થાય છે આમ આઈએમએફ પાસેથી ફંડ મળશે તો પાકિસ્તાનની પ્રજા વધુ દુ:ખી થશે તે નિશ્ચિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.