Abtak Media Google News

ઉમંગના ઉત્સવ ઉત્તરાયણને જાગૃતિ સાથે ઉજવવા સુરતી લાલાઓ સજજ

 

અબતક-સુરત

એક તરફ કોરોનાનું વધતું જતું સંક્રમણ અને બીજી તરફ રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વના ઉત્સાહ વચ્ચે હાલ લોકો ઝોલા ખાઈ રહ્યા છે. ત્યારે સુરતમાં પતંગના કારીગર દ્વારા મહાકાય પતંગ બનાવી તેમાં કોરોના અંગે જાગૃતતા લાવવા પતંગ પર મેસેજ લખવામાં આવ્યો છે.  સુરત ઉત્તરાયણ પર્વ માટે 12 ફૂટનો મોટો પતંગ બનાવ્યો ઓમિક્રોન રોકવા માસ્ક જરૂરી’નો મેસેજ લખ્યો સાથે બેટી બચાઓ બેટી પઢાવો સ્ટોપ રેપ જેવી થીમ દર્શાવતી પતંગો બનાવીઉત્તરાયણના દિવસે શહેરની લગભગ તમામ ઇમારતો પર બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીની ઉંમરના લોકો પતંગ ચગાવતા નજરે પડે છે. પરંતુ ત્યારે સુરતમાં રહેતા અને છેલ્લા 10 વર્ષથી અજય રાણા મોટા પતંગ બનાવી રહ્યા છે. તેઓએ 4 ફૂટથી લઈને 10 ફૂટ સુધીના મોટા પતંગ બનાવતા આવ્યા છે.

મકરસંક્રાંતિએ આકાશમાં છવાશે કોરોના જાગૃતતાના સૂત્રો

ગયા વર્ષે તેમણે 25 ફૂટનો પતંગ બનાવ્યો હતો અને આ વર્ષે તેમણે પતંગ રસિકની ડિમાન્ડને લઈને 12 ફૂટનો મોટો પતંગ તૈયાર કર્યો છે. આ પતંગ બનાવવા માટે તેમને 6 દિવસ લાગ્યા હતા જોકે ગયા વર્ષે તેઓએ કોરોનાની થીમ પર પતંગ બનાવ્યો હતો.જ્યારે આ વર્ષે તેઓએ ઓમિક્રોનથી બચવાનો સંદેશ પતંગ પર આપ્યો છે. લોકોને માસ્ક પહેરવાની પણ અપીલ કરી છે. એટલું જ નહીં બાળકીઓ પર જે બળાત્કારની ઘટનાઓ બને છે, તેના માટે જાગૃતિ લાવવા સ્ટોપ રેપનો સંદેશ પણ આ પતંગ થકી આપવામાં આવ્યો છે.

ઉત્તરાયણ ઉત્સાહ સાથે જાગૃતતા લાવવાનો પણ તહેવાર: અજય રાણા

આ અંગે અજય રાણાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “હું દર વર્ષે કંઇક નવા પ્રકારની થીમ ઉપર મોટા મહાકાય પતંગ બનાવું છું. ઉતરાયણનો તહેવાર એક પ્રકારે લોક સંદેશ આપવા માટેનો પણ મહત્વનો બની રહે છે. અલગ-અલગ સમાજની સમસ્યાઓને ઉજાગર કરવા અને તેમાંથી બહાર આવવા માટેના સંદેશો હું લખું છું. આ વખતે કોરોના સંક્રમણ દરમિયાન અલગ-અલગ વેરિયન્ટને કારણે આપણે મુશ્કેલીમાં મુકાયા છે. ઓમિક્રોન વેરિયન્ટ સામે આપણે સુરક્ષિત રહેવા માટે વેક્સિનની સાથે માસ્ક ખૂબ જરૂરી છે. હું લોકોને વધુમાં વધુ જાગૃત થઇને માસ્ક પહેરવા માટે અપીલ કરી રહ્યો છું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.