2024માં પણ મોદી… મોદી: અમિત શાહ

  • ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકસભાની આગામી ચૂંટણી લડશે
  • મજબૂત અર્થતંત્ર અને આતંકવાદના સફાયા સાથે ભાજપ 400થી વધુ બેઠક જીતવાના બુલંદ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે

ભાજપ પ્રેરિત એનડીએ લોકસભાની 2024માં યોજાનારી ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લડશે તેવી સત્તાવાર ઘોષણા બિહારમાં યોજાયેલી ભાજપના  સાત મોરચાની રાષ્ટ્રીય  કાર્યકારીણીની બેઠકમાં ભાજપના પૂર્વ  રાષ્ટ્રીય  અધ્યક્ષ અને  ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવી છે.

દેશમાં  2014 બાદ પ્રથમવાર કેન્દ્રમાં કોઈ સરકાર ઈકોનોમી અને સોશિયલ ઈકોનોમીના બેલેન્સ સાથે આગળ વધી રહી છે. જેના કારણે મોદી સરકાર   સતત સફળતાના શીખરો સર કરી રહી છે. મોદી મંત્ર-1 મજબૂત અર્થતંત્ર  રહ્યો છે. જયારે મોદી મંત્ર -2 આતંકવાદનો સફાયો  રહ્યો છે. આ બંને મુદાઓનાં સાથેભાજપ  લોકસભાની  આગામી ચૂંટણીમાં 400થી વધુ બેઠક જીતવાનો બુલંદ લક્ષ્યાંક  ધરાવે છે.

ભારતના ઈતિહાસમાં અગાઉ એક પણ રાજકીય પાર્ટી કે દેશમાં સર્વોચ્ચ સ્થાને  બિરાજમાન નેતાઓએ કયારેય  અર્થ વ્યવસ્થા અને સામાજીક સમરસતા એમ બંને મુદાઓ પર ધ્યાન આપ્યું નથી. જેના કારણે તમામનો સૂર્ય સમયાંતરે અસ્ત થઈ ગયો હતો. વી.પી.સિંહની સરકારે પ્રયાસ કર્યો હતો. પરંતુ ધારી સફળતા ન મળી સામ્યવાદી પાર્ટી પણ સતત અર્થ તંત્રને વળગી રહ્યું જેના કારણે તેઓ હવે પોતાનું રાજકારણ  બચાવવા  ઝઝુમી રહ્યા છે.

વર્ષ 21માં કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીના નેતૃત્વમાાં પૂર્ણ બહુમતી સાથ  ભાજપ પ્રેરિત એનડીએની સરકાર બનતાની સાથે જ તેઓએ બે મુદાઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યા મોદીને  વિરાસતમાં ખાલીખમ  તિજોરી અને અનેક પડકારો મળ્યા હતા ઈકોનોમી અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર પર વધુમાં વધુ  ધ્યાન કેન્દ્રીત  કરવામાં આવ્યું  જેના કારણે તેઓને 2019ની ચૂંટણીમાં દેશવાસીઓએ ફરી વધુ બેઠકો સાથે સતાનું સુકાન સોંપ્યું.

મોદી સરકારનું પ્રથમ મંત્ર મજબૂત અર્થ વ્યવસ્થા અને બીજો મંત્ર આતંકવાદનો સફાયો છે.  આ બે મુખ્ય મુદાઓને કેન્દ્ર સ્થાને  રાખી ભાજપ લોકસભાની આગામી ચૂંટણીમાં ભૂતકાળમાં કોઈપણ એક રાજકીય પક્ષને બેઠકો ન મળી  હોય તેટલી બેઠકો જીતવાનો લક્ષ્યાંક ધરાવે છે. ઈન્દીરા ગાંધીની હત્યા પછી દેશમાં  યોજાયેલી લાકેસભાની ચૂંટણીમાં રાજીવ ગાંધીને 411 જેટલી બેઠકો મળી હતી. જેનું મુખ્ય કારણ  સહાનુભૂતીનું મોજુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહાનુભૂતીના મોજા પર સવાર થઈને 400થી વધુ બેઠકો જીતવા માંગતા નથી પરંતુ વિશ્ર્વના  સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રને મજબુત અર્થ વ્યવસ્થા  અને દેશવાસીઓમાંથી  આતંકવાદના ડરનો સફાયો કરી રેકોર્ડ બ્રેક બેઠકો જીતવા માંગે છે.

હાલ ભાજપમાં નરેન્દ્રભાઈ મોદી નામનો સિકકો  ચાલતો નથી પણ દોડી રહ્યો છે.   સ્થાનિક  સ્વરાજયની  ચૂંટણીમાં  પણ મોદીના નામે ભાજપને  મતો મળે છે. વિધાનસભાની ચૂંટણી પણ  તેના નામે જ લડાય અને જીતાય છે. લોકસભાની ચૂંટણીમાં  ભાજપ કે  સાથી પક્ષો પાસે મોદી સિવાય કોઈ વિકલ્પ છે જ નહી, ચૂંટણીના આડે હજી બે વર્ષ જેટલો  સમય બાકી છે.ત્યારે ભાજપે અત્યારથી જ વિધિવત  જાહેરાત કરી દીધી છે કે 2024ની લોકસભાની ચૂંટણી ભાજપ અને એનડીએ  વડાપઽધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ લડશે.