વડાપ્રધાન મોદીની કિલ્લેબંધી સુરક્ષા: કાલે રિહર્સલ

 • પી.એમ. નરેન્દ્રભાઇ, મુખ્યમંત્રી પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયા, રૂપાલા સહિત અનેક દિગ્ગજોની હાજરીમાં શનિવારે હોસ્પિટલનું લોકાર્પણ
 • રાજકોટ રેન્જના વડા સંદીપસિંહ અને એસ.પી. જયપાલસિંહ રાઠોડ દ્વારા બંદોબસ્તને અપાતો આખરી ઓપ
 • ત્રણ આઇ.જી. કક્ષાના અધિકારીઓ મોદીની સલામતીનું કરશે સુપરવિઝન

જસદણ તાલુકાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તા. ર8ને શનિવારે કરવાનું હોવાથી તંત્ર દ્વારા કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદીની સુરક્ષાને ઘ્યાને લઇ ચકલુ ન ફરકે તેવી સજજડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વધુ વિગત મુજબ રાજકોટ-ભાવનગર માર્ગ પર આવેલા આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલીત કે.ડી.પી. મલ્ટી સ્પેશિયાલીટી નવ નિર્મિત હોસ્પિટલનું ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.ર8મીને શનિવારે લોકાપર્ણ કરવા આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.હોસ્પિટલના લોકાપર્ણના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય અરોગ્ય મંત્રી મનસુખભાઇ માડવીયા, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સહીત અનેક દિગ્ગજો આવી રહ્યા છે. ત્યારે સુરક્ષામાં કયાંકય ચુક રહી ન જાય તે માટે રાજયના ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવીએ સભા સ્થળઅને હોસ્પિટલની મુલાકાત લઇ જાત માહીતી મેળવી જરુરી સુચના આપી હતી.વડાપ્રધાન મોદીની ઝેડ પ્લસ  સુરક્ષાને લઇ એસ.પી.જી. ટીમે મોરચો સંભાળી લીધો છે. રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાના માર્ગદર્શન હેઠળ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહ્યો છે.

રાજકોટ રેન્જના વડા સંદીપસિંહ અને જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા સઘન વાહન ચેકીંગ અને નાઇટ કોબિંગ હાથ ધરવામાં આવ્યું છે.પી.એમ. મોદીની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં રાજકોટ રેન્જ હેઠળના જીલ્લા જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ સ્ટાફ આવી ગયો છે.

વડાપ્રધાન મોદીના કાર્યક્રમનો રાજકીય પક્ષો કોઇ વિરોધ કે દેખાવ ન કરે તે માટે આઠ એન્ટી મોચો સ્કોડની રચના કરવામાં આવી છે.

કાર્યક્રમના એક દિવસ પૂર્વ તમામ સ્ટાફ હેલીપેડ, સભા સ્થળ અને હોસ્પિટલના લોકાપર્ણ સહિતના સ્થળની પોઝીશન લેવામાં આવશે અને આવતીકાલે બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવશે.

આ ઉપરાંત એમ્બ્યુલન્સ, ફાયર સ્ટાફ, ફાયર બિગ્રેડ અને તબીબોની ટીમ ખડે પગે રહેશે.

વડાપ્રધાનની સુરક્ષાની આ અધિકારોના શીરે જવાબદારી

 •  આઇ.જી. કક્ષાના ત્રણ અધિકારી
 • એસ.પી. કક્ષાના નવ અધિકારી
 •  ડી.વાય.એસ.પી. કક્ષાના 19 અધિકારી
 •  પી.આઇ 32
 •  પી.એસ.આઇ. 97
 •  એ.એસ.આઇ. 959
 •  હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ  959
 •  હોમગાર્ડ જી.આર.ડી.  442
 •  એસઆર.પી.ની બોંબ સ્કોડની 6 ટીમ