Abtak Media Google News

કુદરતી આફતમાં પણ પોતાના બાલુડાના માં ચામુંડા રખોયા કરે છે. તાજેતરમાં ભયંકર વાવાઝોડાએ જયારે સવત્ર વિનાશ વેર્યો હતો. તેવા સમયમાં પણ ચોટીલા ડુંગરે વિરાજતી માં ચામુંડાની ધજાને પણ નુકશાન પહોચ્યું ન હતું. જે સાબિત કરે છે કે માં ચામુંડા હજાર હજુર છે. રાજકોટ અને અમદાવાદ ને જોડતા નેશનલ હાઇવે નં.8 એ પર આવેલ છે ચોટીલા અમદાવાદ થી અંતર આશરે 190 કી.મી અને રાજકોટ થી આશરે 50 કી.મી જેટલું થાય છે સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લા ની જ નહિ  પણ ગુજરાતની સૌથી ઉંચી ભૂમિ છે ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 11.73 ફીટ  જેટલી છે.

શ્રી ચામુંડા માતાજી ના મંદિરનો  ઇતિહાસ શ્રી ચામુંડા માતાજી નો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલેખ્ખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલાં અહી ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુજ ત્રાસ હતો. ત્યારે ઋસિમુનિઓએ યક્ષ કરી આદ્ય શક્તિ માની પ્રાથના કરી ત્યારે આદ્ય શક્તિ માના હવન કુંડમાથી તેજ સ્વરૂપે મહા શક્તિ પ્રગટ થયા અને તેજ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સહાર કરેલ ત્યારથી તેજ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ અને ચંડી ચામુંડા માતાજી એ અનેક પર્ચાઓ પુરેલ છે.

તેવી લોક વાયકાથી આજે પણ સાક્ષાત માના ભક્ત જનો તપ અને ભક્તિથી મા ચંડી ચામુંડા માતાજી ની પૂજા કરે છે. એક લોક વાયકા પ્રમાણે ડુંગર પર ભગુ ઋસી નો પણ આશ્રમ હતો. હમણાં જ ગયેલ તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી હતી એતો બધાજ જાને છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર ખાસ કરી ને જોવા મળી હતી  અનેક મકાનો જમીન દોસ્ત થયા હતા. વીજળીના થાંભલાઓ ભાંગી પડ્યા હતા. સૌરાષ્ટ ના ગામડાઓ અને શહેરોની અંદર આ વાવાઝોડા ને કારણે ભારે નુકશાન જોવા મળ્યું હતું સમગ્ર તંત્ર ખોરવાય ગયું હતું  વાવાઝોડા ના કારણે સૌથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ થયા હતા.

અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા ત્યારે ચોટીલામાં માં ચામુંડા ડુંગર ની બનેલી ઘટના તાઉતે વાવાઝોડા મા સૌરાષ્ટ ના દરેક દર્યા પણ પોતાનું રુદ્ર સવૃપ ધારણ કરી ગાંડા તુર બન્યા હતા પરંતુ ચોટીલા શ્રી ચામુંડા માતાજી ના મંદિર ને ટૌકતે વાવાઝોડા ની જરા પણ અસર થઈ નથી મંદિર જ નહિ પરંતુ મંદિરની કોઈ પણ મિલ્કતને પણ નુકશાની થઇ નથી ચામુંડા માતાજીના ચમત્કાર અને શક્તિથી બધૂઈ એડીખમ જ રહ્યું હતું.આ એક ચમત્કાર થી ઓછું નથી કે જ્યાં હજારો વૃક્ષો લાઈટના થાંભલા રોડ રસ્તા વિખરાઈ જતાં હોય અને મંદિરની ધજા કે મિલ્કતને જાણે કંઈ અશર પણ ના થાય માતાજીએ પોતાની શક્તિનો પરિચય આપીને મંદિરની રક્ષણ કર્યું હતું તથા અહી આજુ બાજુના  ઘણા જ પશુ પક્ષીઓ માતાના મંદિરે આવી ગયા હતા.

જેથી તમને પોતાનો જીવ બચાવવા માટે રક્ષણ મળ્યું હતું અહી ઉલેખનીય છે કે તાઉતે વાવાઝોડાનો કાળો કહેર વર્તાવ્યો હતો ત્યારે ચોટીલાના ચામુંડા માતાજીના મંદિર ની ધજાને પણ નુકશાન પોહોચાડી શકેલ નથી મા ચામુંડા આજે પણ હાજર હજૂર છે તે આ  વાવાઝોડામા સાબિત થયું થયેલ છે જ્યારે અગાઉ પણ ચોટીલા ઉપર કોઈ મોટું. સંકટ આવેલ ત્યારે મા ચામુંડાએ ચોટીલા ની સદાય માટે રક્ષા કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.