Abtak Media Google News

લોકોની ખાનગી વિગતો ચોરવાનું કારસ્તાન : IRCTCએ એડવાઈઝરી જાહેર કરી

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ એક જાહેર એડવાઈઝરી જારી કરી છે, જેમાં લોકોને ‘irctcconnect.apk’ નામની શંકાસ્પદ એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા વિનંતી કરી છે. આ એપ વોટ્સઅપ અને ટેલિગ્રામ જેવા લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા મોકલવામાં આવી રહી છે. IRCTCએ ચેતવણી આપી છે કે આ એપીકે ફાઈલ હાનિકારક છે અને ઇન્સ્ટોલ થવા પર તમારો મોબાઈલ ફોન હેક થઈ શકે છે.

આ એપમાં છેતરપિંડી કરનારાઓ IRCTCની એપ હોવાનો ડોળ કરે છે અને તમારી વ્યક્તિગત માહિતી, જેમ કે તમારી યુપીઆઈ વિગતો અને અન્ય મહત્વપૂર્ણ બેંકિંગ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરે છે. તેથી, આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું ટાળવું અને સમાન કોઈપણ શંકાસ્પદ એપ્લિકેશનથી સાવચેત રહેવું ખુબ જ મહત્વપૂર્ણ છે

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન એટલે કે, IRCTCએ એક પબ્લિક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં લોકોને ‘irctcconnect.apk’ નામની એક સંદિગ્ધ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવાની ચેતવણી આપવામાં આવી છે.

આ એપ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી ફેમસ મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા મોકલવામાં આવી રહી છે. IRCTCએ ચેતવણી આપી છે કે, એપીકે ફાઇલ હાનિકારક છે અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમારા મોબાઇલમાં પ્રોબ્લેમ થઈ શકે છે.

ઉપરાંત એપ દ્વારા તમારી ખાનગી માહિતી, જેવી કે યુપીઆઈ ડિટેઇલ અને અન્ય મહત્ત્વપૂર્ણ બેન્કિંગ માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે આ એપને ડાઉનલોડ કરવાથી બચવું અને આવી સંદિગ્ધ એપ્લિકેશનથી સતર્ક રહેવું જરૂરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.