હરિયાળીએ ભલે સાથ છોડયો અમે અડિખમ સાથીદાર, ધારીના નતાળીયા નદીની વચ્ચોવચ્ચ પાણીમા એક વષો જુનુ વૃક્ષ

ધારીના ખોડિયાર ડેમમા નતાળીયા નદીની વચ્ચોવચ્ચ પાણીમા એક વષો જુનુ વૃક્ષ ઉભુ છે. વાવાઝોડામાં આ વૃક્ષ પાણીમા નમી ગયું છે.  હાલ વૃક્ષ પર એક પણ પાન જોવા મળતુ નથી ત્યારે ઢળતી સંઘ્યાએ આ વૃક્ષ પર અનેક પંક્ષી ઓ રાત વિસામો કરે છે વૃક્ષ પાણી અને પંક્ષી આ આલાહક દ્શ્ય જોતા લાગી રહ્યું છે જાણે પક્ષીઓનું વૃક્ષ હોય જયારે જીવનમાં હરિયાળી સાથ છોડી દીધી હોય છે.

ત્યારે સાથીદારો પણ દુર જવા માંડે છે. પરંતુ આ બાબત માત્ર માનવીનેજ લાગુ પડતી હોય તેવુંલાગીરહ્યું છે. વૃક્ષોનો સાથ ભલે પાંદડાઓએ છોડીદીધો હોય પરંતુ પક્ષીઓ હજી પણ અડીખમ સાથીદાર બનીને ઉભા છે.