Abtak Media Google News

ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા દ્વારા કામગીરીનું નિરીક્ષણ

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજી નદીમાં સ્થગિત પાણીને કારણે ગાંડીવેલનો ઉ5દ્રવ છે. ગાંડીવેલને કારણે નદીકાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છરોનો ઉ5દ્રવ રહે છે. કયુલેક્ષ મચ્છર મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવતા નથી. 5રંતુ કયુલેક્ષ મચ્છરની ઘનતા વઘવાને કારણે નદીકાંઠાના વિસ્તારમાં ન્યુસન્સ મચ્છર તરીકે ઓળખાતા આ મચ્છરના ઉ5દ્રવની ફરિયાદ વધુરહે છે. હાલ રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના દ્વારા ગાંડીવેલ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.  ડે. મેયર  કંચનબેન સિઘ્ઘપુરા ઘ્વારા ગાંડીવેલ કાઢવાની કામગીરીની રૂબરૂ મુલાકાત લઇ મચ્છર ઉપદ્રવ અટકાવવા કામગીરી કરવા તથા કચરા નિકાલ અંગેની કામગીરી માટે લગત શાખાને જરૂરી સુચનાઆ5વામાં  આવી હતી. નાળોદાનગર બેઠા પુલ પાસે આજીનદીમાં વેલ કાઢવાની  કામગીરી મેલેરિયા શાખાના 3 સુ5રવાઇઝર સહિત 16 કર્મચારીઓ ઘ્વારા કરવામાં આવી હતી.  ગાંડીવેલના નિકાલ બાદ પોરાના નાશ માટે દવા છંટકાવની કામગીરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.