Abtak Media Google News
  • 2020માં 14 લાખ લોકો મૃત્યુ થયા જે 2025માં અંદાજે 16 લાખ જેટલો મૃત્યુ આંક થશે
  • વિશ્વના કુલ કેન્સરના દર્દીઓ પૈકી ર0 ટકા ભારતનાં છે: ભારતમાં દર વર્ષે 75 હજાર લોકો કેન્સરને કારણે મોતને ભેટે છે.

વર્ષોથી આપણાં સમાજમાં એઇટસ અને કેન્સર જેવા રોગોનો ભય સૌથી વધુ જોવા મળી રહ્યો છે. લોકોની વિવિધ બદલાતી લાઇફ સ્ટાઇલને કારણે ઘણી બધી શારીરિક સમસ્યા સમાજમાં જોવા મળી રહી છે. પાન, તમાકુ, ગુટખા અને ધુમ્રપાનને કારણે જડબા અને ફેફસાના કેન્સર ઉત્તરોત્તર આપણાં દેશમાં વધી રહ્યા છે ત્યારે વૈશ્ર્વિકસ્તરના આંકડાઓ પૈકી ર0 ટકાથી વધુ કેન્સરના દર્દીઓ એકલા ભારતના જોવા મળે છે.

Advertisement

એક આંકડા મુજબ આપણાં દેશમાં અને વૈશ્ર્વિક સ્તરે દર કલાકે 119 લોકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે. 2020માં આપણા દેશમાં 14 લાખ મૃત્યુનો માત્ર કેન્સરને કારણે થયા હતા.

એક સર્વે મુજબ  2025માં કેન્સરની આ ઝડપ રહેતા મૃત્યુ આંક 16 લાખથી વધુ દર વર્ષે જોવા મળશે. વહેલા નિદાનથી કેન્સર ટ્રીટમેન્ટમાં સારા રીઝલ્ટ મળતાં સરકારે આ બાબતે મહત્વના  પગલાઓ ભર્યા છે. સ્તન કેન્સરમાં ઘણા સારા પરિણામો જોવા મળ્યા છે.

ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ મોઢાના કેન્સરના 16 કરોડ, સ્તન કેન્સરના 8 કરોડ અને સર્વાઇકલ કેન્સરના 5.53 કરોડ કેસ નિદાન અને કેન્સર સ્કીનીંગ શોઘ્યા છે. સરકાર વધતા કેન્સરને કારણે ચિંતિત છે. પ્રારંભિક સ્તરે આ રોગને ઓળખવા માટે ઘણા સ્તરે સરકાર પ્રયાસો કરી રહ્યા છે.

સરકાર તેના નિદાન કેન્દ્રોમાં આ વિષયક સવલતો વધારી રહી છે. આગામી ત્રણ વર્ષમાં નવા 1પ લાખ આરોગ્ય કેન્દ્રો સ્થાપવાનું લક્ષ્યાંક લખેલ છે.

ઇંઙટ રસી  સર્વાઇકલ કેન્સર રોકવામાં મદદરૂપ !

કેન્સરને કેવી રીતે અટકાવવું કે તેને વહેલું કેવી રીતે શોધવું તે ખુબજ જરુરી છે. નિયમિત સ્કીનીંગ ટેસ્ટ કરવાથી સ્તન, સર્વાઇકલ અને કોલોરેકટલ (કોલોન) કેન્સરનું વહેલું નિદાન થઇ શકે છે. વધુ જોખમ ધરાવતાં ફેફસાના  દર્દીઓને પણ વહેલું નિદાન સારુ પરિણામ આપી શકે છે. ઇંઙટ   (હયુમન પોપિલોમા વાયરસ) રસી મોટા ભાગના સર્વાઇકલ કેન્સર અને અન્ય કેટલાંક પ્રકારના કેન્સર રોકવા માં મદદ કરે છે. હિપેટાઇટિસ બી ની રસી લીવર કેન્સરનું જોખમ ઘટાડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.