Abtak Media Google News

અવનવા શેઈકસ, વોફલ્સ, આઈસ્ક્રીમની મજા માણવાનું સ્થળ એટલે સંતુષ્ટિ: ચેલાણી બ્રધર્સ

માધાપર સ્થિત ” ધ વન વર્લ્ડ ” કોમ્પ્લેક્સ માં સંતુષ્ટિ શેઇકસ એન્ડ મોર ના આઉટલેટ નું ભવ્ય શુભારંભ થયું . આ આઉટલેટ રાજકોટ નું છઠ્ઠું અને સંતુષ્ટિ નું એક્તાલીસમું આઉટલેટ છે જે કાફે મોડેલ માં શરુ થયેલ છે જેમાં થીક શેઇક , મિલ્ક શેઇક , વોલ્સ , આઇસ્ક્રીમ જેવા અનેક વ્યંજનો ઉપરાંત ફ્રેન્ચ ફ્રાઈસ , બર્ગર્સ , કોફી અને એવી વિવિધ ઇટરી ની આઇટમો પણ પીરસવામાં આવશે જે સંતુષ્ટિ નું નવું નજરાણું છે . સંતુષ્ટિ ના આ આઉટલેટ ની ફ્રેન્ચાઇસી રાજકોટ ના જાણીતા નાગરિક પ્રિતેશ ભાઇ પીપળીયાએ લીધી જેઓ સંતુષ્ટિ થકી લોકોને પોતાના વ્હાલ , પ્રેમ અને આતિથ્ય ભાવે અવનવા વ્યંજનો પીરસવાનું સુંદર સપનું સેવી પોતાની કારકિર્દી માં એક નવું પ્રકરણ ઉમેર્યું છે . તેઓનું માનવું છે કે ફૂડ ઇન્ડસટ્રી માં સંતુષ્ટિ એ એનેક શિખરો સર કર્યા છે જેમાં તેઓ પણ પોતાનું યથાશક્તિ યોગદાન આપી બ્રાન્ડ ને આગળ લઇ જવા માંગે છે .

Advertisement

સંતુષ્ટિ ના ચેલાણી બ્રધર્સ  સુનિલભાઈ ચેલાણી અને ભાવેશભાઈ ચેલાણી પણ આ પ્રસંગે હાજર રહી પરિવાર ને પોતાનો સ્નેહ આપી રહ્યા હતા . સંતુષ્ટિ એ એકજ એવી બ્રાન્ડ છે જે આઇસ્ક્રીમ વગર થીક શેઇક બનાવે છે . તેઓના ઇટાલિયન રિસર્ચ સેન્ટર થકી તેઓ એ આ અવનવી પદ્ધતિ વિકસાવી છે જેનો લાભ આજે દેશ વિદેશ ના અનેક ગ્રાહકો સંતોષપૂર્વક લઇ રહ્યા છે . આઈસ્ક્રીમ વગર ના થીક શેઇક થી તેની કુલ કેલરીઝ કંટ્રોલ કરી શકાય અને સ્વાસ્થ્યસભર વ્યંજનો પીરસી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે સંતુષ્ટિ ના ફાઉન્ડર   સુનિલભાઈ કહે છે કે તે દર વર્ષે અમુક વાર ઇટાલી જઈને ત્યાંના એકસપર્ટસ સાથે મળી વર્ષ દરમ્યાન શું નવું પીરસવું છે તેનું પ્લાંનિંગ કરતા હોય છે . ભાવેશભાઈ ચેલાણી જેઓ બ્રાન્ડ ને એક નવી દિશામાં લઇ જય રહ્યા છે તેઓ કહે છે કે હજુ અમારે ખુબજ મહેનત કરવાની જરૂર છે કારણ કે માર્કેટ ખુબજ વિશાલ છે અને સંભવિત માર્કેટ કેપ્ચર કરવાનું બાકી છે . આ પ્રસંગ ખાતે  જયેશભાઇ રાદડિયા  એમ એલ એ – કેબિનેટ   મિનિસ્ટર ,   પુષ્કરભાઇ પટેલ (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન) અને એવા અનેક આગેવાનોએ પોતાની હાજરી આપી સંતુષ્ટિ પરિવાર ને સ્નેહ અર્પણ કર્યું હતું . પ્રિતેશભાઇ પીપળીયા અને ચેલાણી બ્રધર્સ રાજકોટ ના દરેક નાગરિક નું ખુબજ આભાર માને છે અને કહે છે કે આજે સંતુષ્ટિ જે કઈ પણ છે તે રાજકોટ ના સ્નેહ , તેમના પ્રતિસાદ અને સતત સહકાર ના લીધે છે . તેઓ ” થેન્ક યુ રાજકોટ ” કહી પોતાનો આભાર વ્યક્ત કરે છ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.