Abtak Media Google News

બાકી બધું ઠીક, પહેલા મેઇક ઇન ઇન્ડિયા

દેશનો ઓટોમોબાઈલ ઉદ્યોગ 7.5 લાખ કરોડનો છે, સરકાર તેને નંબર 1 બનાવવા માટે સતત પ્રયત્નશીલ

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એલોન મસ્કની કંપની ટેસ્લાને ભારતમાં આવકાર માટે શરત મૂકી છે. નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં ટેસ્લાના ભારતમાં પ્રવેશ પર કહ્યું હતું કે એલન મસ્ક ત્યારે જ ભારત આવી શકે છે જ્યારે તે ભારતમાં જ ટેસ્લા કારનું નિર્માણ કરશે. ભારતમાં ટેસ્લાનું એકમ સ્થાપવાની વાતનું પુનરાવતર્ન કરતાં એલોન મસ્કનું સ્વાગત છે પણ જ્યાં સુધી તમે ચીનમાં કારનું ઉત્પાદન કરો છો અને ભારતમાં માર્કેટિંગમાં મુક્તિ ઇચ્છો તો સમસ્યા છે. તમારો ત્યાં સુધી ભારતમાં પ્રવેશ શક્ય નથી જ્યાં સુધી ટેસ્લા કારનું નિર્માણ ભારતમાં ન થાય.

નીતિન ગડકરીએ એલોન મસ્કને કહ્યું કે જો તેઓ ટેસ્લાના વાહનો માટે ભારતમાં પણ ઉત્પાદન એકમ સ્થાપશે તો જ તેમને ભારતમાં માર્કેટિંગ ડિસ્કાઉન્ટ અને લાભો મળશે. તેમણે કહ્યું કે ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ 7.5 લાખ કરોડનો છે અને તેઓ ઈચ્છે છે કે ભારત નંબર 1 મેન્યુફેક્ચરિંગ હબ બને. નીતિન ગડકરીએ કહ્યું કે ઓટોમોબાઈલ ઉદ્યોગ સરકારને સૌથી વધુ જીએસટી ચૂકવે છે. એટલું જ નહીં આ ક્ષેત્રે દેશના 4 કરોડ લોકોને રોજગારી પણ પૂરી પાડી છે.

નીતિન ગડકરીએ કહ્યું કે સરકારનો પ્રયાસ છે કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધે જેથી તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકાર દેશમાં ઇલેક્ટ્રિક વહિકલનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરી રહી છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે અને તેથી સરકાર ઈચ્છે છે કે ચીનમાંથી ટેસ્લા કાર આયાત કરવાને બદલે ભારતમાં તેનું ઉત્પાદન કરવામાં આવે તેમ ઈચ્છી રહ્યા છે. ભારત એક મોટું બજાર છે તેથી આ કંપનીઓ માટે વિશાળ સંભાવનાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.