Abtak Media Google News

પાકિસ્તાન ચીન કોરિડોર ને વિકાસલક્ષી ગણાવી આવકાર પણ નાપાક આંતકવાદી પ્રવૃત્તિથી દુર રહેવા પાડોશીઓને “ચેતવણી”

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના રોડ મેપ પર સફળ રીતે આગળ દોરી જનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ અને શાંતિ માટે આંતકવાદ મુક્ત વિશ્વ ના સિદ્ધાંતને હવે વિશ્વભરના દેશો સમર્થન આપતા થયા છે,

વિશ્વના તમામ દેશોને પોતાના વિકાસનો અધિકાર છે પરંતુ આ વિકાસમાં અન્ય દેશોના સર્વભોમત્વનું સન્માન થવું જોઈએ તેવો નરેન્દ્ર મોદીએ વિશ્વ સમાજને સ્પષ્ટ સંદેશો આપ્યો છે.

ભારતના નજીકના પાડોશી ચીન અને પાકિસ્તાન મહત્વપૂર્ણ પ્રોજેક્ટ બી આર આઈ પર આગળ વધી રહ્યા છે ત્યારે ગઈકાલે વડાપ્રધાને સાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન એસસીઓની બેઠકમાં ચીનના વડાપ્રધાન ની ઉપસ્થિતિમાં બીઆરઆઈના રોડ પ્રોજેક્ટને વિકાસ લક્ષી ગણાવી આવકાર આપ્યો હતો પરંતુ સાથે સાથે તાકીદ કરી હતી કે તમામ દેશોને પોતાના વિકાસ અધિકાર છે પરંતુ તેમાં અન્ય દેશોના સર્વભમત્વનું જતન થવું જોઈએ.. જોકે ચીન પાક કોરીડોર પાક કબજાગ્રસ્ત કાશ્મીર માંથી પસાર કરવાના પ્રોજેક્ટનો ભારતે વિરોધ નોંધાવ્યો છે.. વિદેશ સચિવ વિનય  કવાતરા એ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ મિત્ર દેશો વચ્ચે ના વિકાસ પ્રોજેક્ટને આવકાર્યો હતો.

કારણ કે રોડ કનેક્ટિવિટી થી વિકાસ કામો વધુ સરળ બનશે ,પરંતુ સાથે સાથે અન્ય દેશોના સર્વ ભમત્વ અને સ્થાનિક અધિકારોનું સન્માન થવાની પણ હિમાયત કરી હતી .વડાપ્રધાને સ્પષ્ટતા કરી છે કે સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન એસ સી ઓ ના સભ્ય દેશો ને પરસ્પરના વિકાસનો અધિકાર છે, પરંતુ અન્ય દેશોનું સન્માન પણ જળવાઈ રહેવું જોઈએ ભારત પોતાના વલણમાં બીઆરઆઈ અને સીપીસી મુદ્દે તટસ્થ છે વડાપ્રધાન એ પાકિસ્તાન ને આંતકવાદના સમર્થન મુદ્દે આડે  હાથે લીધું હતું વડાપ્રધાનના આ સંબોધન વખતે પાકિસ્તાનના વડાપ્રધાન  હાજર હતા વડાપ્રધાને વૈશ્વિક આંતકવાદ ના ખાતમા માટે સ્થાનિક આંતકી પ્રવૃત્તિ અટકાવવા પર ભાર મૂક્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.