Abtak Media Google News

કૃત્રિમ ગળપણને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાનો ચોંકાવનારો રિપોર્ટ : રિપોર્ટનું ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી કરશે અવલોકન

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હાલ વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા દ્વારા જે ચોકાવનારો રિપોર્ટ કૃત્રિમ ગળપણને લઇ તૈયાર કરવામાં આવ્યો છે તેનાથી ઘણા પ્રશ્નો ઉદભવિત થયા છે. અને આ રિપોર્ટનું અવલોકન એફએસએસએઆઈ  દ્વારા કરવામાં આવશે અને એ વાતની શક્યતા પણ સેવાઈ રહી છે કે કૃત્રિમ ગળપણ એસપાર્ટમ કર્ક રોગને નોતરે છે.

Advertisement

બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ આ દ્રવ્ય અને પદાર્થ ને કારસીનોજન એટલે કે કર્ક રોગને નોતરવા માટે જવાબદાર નીવડશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીના જણાવ્યા મુજબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેને ગંભીરતાપૂર્વક અભ્યાસ કર્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

ફૂડ કંપની કે જેઓ કૃત્રિમ ગળપણ એસપાર્ટનનો ઉપયોગ કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે તેનાથી લોકો ગેર માર્ગે દોરાશે. ખાંડની ઘીમાં મુખ્યત્વે ખાદ્ય સામગ્રી બનાવતી કંપનીઓ એસ્પાર્ટન નો ઉપયોગ કરતી હોય છે જેમાં ઠંડુ પીણું, આઈસ્ક્રીમ, જ્યુસ સહિત અનેકનો સમાવેશ થાય છે. ડબલ્યુ એચ ઓ ના રિપોર્ટ ને જો એફએસએસએઆઈ મંજૂર કરશે તો આ તમામ ચીજ વસ્તુઓ ના વિતરણ ને પણ ઘણી અસર પહોંચશે.

બીજી તરફ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ બેવરેજ એસોસિએશન દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોકાકોલા અને પેપ્સીમાં જે એસ પાટણ નો ઉપયોગ થાય છે તે દરેક સુરક્ષા અને સલામતીના પરિબળોને ધ્યાને લઈને જ કરવામાં આવતું હોય છે અને તેની મંજૂરી 90 જેટલા દેશોમાં મળેલી છે. જે રિપોર્ટ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તેનાથી લોકોમાં ગેરમાન્યતા ઉભી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.