ગુજરાતના દરેક યુવાનોએ ખાસ જોવી મતદાનની આ ખાસ તસવીરો

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. 8261 બેઠકો માટે 22216 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યું છે. વૃદ્ધો, વિકલાંગો અને હવે લગ્ન જીવનમાં બંધાતા પહેલા મતદાનને પ્રાવધાન આપીને મતદાનમાં કરવા જઈ રહ્યાં છે.

મારો મત મારી ફરજ ઉપલેટા તાલુકા મોટી પાનેલીના સકિલમીયા જુસબમીયા બુખારી નામના મુસ્લિમ યુવાને નીકાહ પઢતા પહેલા લોકસાહીમાં મત આપી પોતાની ફરજ બજાવી હતી.

જીવનમાં લગ્નની જેમ સામાજિક ફરજો પણ મહત્વની છે, જેનું ઉત્તમ ઉદાહરણ વડોદરાના પાદરમાં જોવા મળ્યું અહીં પાદરામાં નગરપાલિકા મતદાનમાં પીઠી ચોળીને કન્યા મતદાન કરવા પહોંચી હતી. મતદાન કરી આ કન્યાએ અન્ય લોકોને મતદાન કરવા અપીલ પણ કરી હતી.

નસવાડી તાલુકાકાના હરિપુરા ગામમાં એક આદિવાસી વરરાજાએ પોતાની મતદાનની ફરજને નિભાવતા પ્રથમ મતદાન કર્યું છે. જોકે, તેની ખાસ વાત એ છે કે, આજે જ તેના લગ્ન છે અને આજે તેના જીવનનું પહેલુ મતદાન છે. ત્યારે તેણે લગ્ન ટાંણે પણ મતદાન કરવાની ફરજ બજાવી હતી. આજે લગ્ન હોવા છતાં જીવનના ફેરા ફરતા પહેલા લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા છે. ઉલ્લેખનીય છે કે, જીવનમાં પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તલુકાના ઉમરાલી ગામે વરરાજાએ લગ્ન પહેલાં મતદાન કર્યું હતું.


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કતપુર ગામે વરરાજા વાજતે ગાજતે મતદાન કરવા આવ્યા હતાં.