Abtak Media Google News
  • મતદાન જેવું કંઈ નહીં અમે મતદાન જરૂર કરીશું
  • ઉત્તમ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને કરાયા સન્માનીત

‘મતદાન જેવું કંઈ નહીં, અમે મતદાન જરૂર કરીશું’ થીમ પર કરાશે 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

આજે ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં થનાર આ ઉજવણીમાં ‘હું ભારત છું’ ગીત સાથે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે  ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને પુરસ્કાર આપવામાં  આવ્યા હતા. સાથે સાથે યુથ વોટર ફેસ્ટિવલ-2023 તથા ડિઝીટલ ક્ધટેન્ટ કોમ્પિટીશનની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા મતદારોને પણ પુરસ્કૃત કરવામાં  આવ્યા હતા. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાંતિપૂર્ણ અને નૈતિક મતદાનના માધ્યમથી લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા મતદાર શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા.

ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત 14મા વર્ષે થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ‘મતદાન જેવું કંઈ નહીં, અમે મતદાન જરૂર કરીશું’ની થીમ પર કરવામાં  આવી હતી.  વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે રાજ્યકક્ષાએ અને જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત  રહ્યા હતા.

રાજ્યના તમામ નાગરિકો રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સવારે 11.00 કલાકથી મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ  https://ceo.gujarat.gov.in, ફેસબુક પેજ CEO Gujarat તથા યુટ્યુબ ચેનલ https://www.youtube.com/CEOGujaratState પર નિહાળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.