શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ભારત રત્ન અપાવવા રાજકોટમાંથી છેડાયું અભિયાન

હિન્દુસ્તાન સોશિયલ રિપબ્લીકન એસો. દ્વારા ૧૨ હજારી વધુ પોસ્ટકાર્ડ લખાયા: વિવિધ કક્ષાએ રજૂઆત થઈ

ભારતના મહાન યુવા ક્રાંતિકારીઓ શહિદ ભગતસિંહ, શહીદ સુખદેવ, શહીદ રાજગુરુ, હસતા મોઢે દેશની આઝાદી માટે ફાંસીના માંચડે ચડી ગયા હતા, અને ભારતની આઝાદીના ૭૨ (બોતેર) વર્ષ થયા હોવા છતાં આવા મહાન યુવા ક્રાંતિકારીઓને આજદિન સુધી દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન આપવામાં આવેલ નથી. માટે હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ રિપબ્લિક એસોસિએશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ પ્રેસિડેન્ટ (ભારત સરકાર) રામના કોવિંદજીને પત્ર લખી ત્રણેય મહાન યુવા ક્રાંતિકારીને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવે તેવી માંગ કરેલ તેમજ ભારતના ૫૪૨ સાંસદ સભ્યો, ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો અને ભારત ૩૦ મુખ્યમંત્રીઓને પણ પત્ર લખી ત્રણેય યુવા શહીદોને ભારત રત્ન પુરસ્કાર આવનાર ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ આપવામાં આવે માટે પણ ભારતના વડાપ્રધાન તેમજ પ્રેસિડેન્ટ (ભારત સરકાર)ને પત્ર લખી ભલામણ કરશો તેવી રજૂઆત થઈ હતી. હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ રિપબ્લિક એસોસિએશનના સભ્યો દ્વારા અત્યાર સુધીમાં ૧૨૦૦૦ (બાર હજાર) પોસ્ટકાર્ડ સામાન્ય નાગરિકો પાસે લખાવી વડાપ્રધાનને મોકલાવેલ છે અને પોસ્ટકાર્ડ લખાવાની મુહિમ હાલ પણ કાર્યરત છે. તેમજ લોકો મિસકોલ મારીને પણ સર્મન આપી શકે માટે જેના મો.૯૭૮૩૩ ૫૦૪૪૪ છે. જે મિસકોલ નંબરનું લીસ્ટ પણ વડાપ્રધાનને મોકલવામાં આવશે.

આ અભિયાનમાં દિપકભાઈ બસિયા, સાગર જારીયા, સંજય કુંભરવાડિયા, અતુલ ફળદુ, વિરલ કાકડિયા, દિપકભાઈ રબારી, દિવ્યેશ ચોવટીયા, વિનોદભાઈ દેસાઈ, કેયુરભાઈ દેસાઈ, મહેકભાઈ મકવાણા, ભરત બસિયા, વિશાલભાઈ જીલરીયા વગેરે સભ્યોએ જહેમત ઉઠાવી હતી.