Abtak Media Google News

માકેર્ટીંગ અને કાપડના વ્યવસાય કરતા બે યુવાને જુદી જુદી એપ્લીકેશનના માધ્યમથી લોન લીધા બાદ વદુ રકમ પડાવવા બળજબરી અને બ્લેક મેઇલીંગ કર્યાની સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ

વ્યાજના ધંધાર્થી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થતી હોવાતી ભેજાબાજા દ્વારા જુદી જુદી એપ્લીકેશનના માધ્યમથી લોનના બહાને વ્યાજનો વ્યવસાય શરુ કર્યાનું બહાર આવ્યું છે. માકેટીગનું કામ કરતા રેલનગરના યુવાન અને જીવરાજપાર્કના કાપડના વેપારીએ લોન અંગેની એપ્લીકેશન ડાઉન લોડ કરી મેળવેલી લોનની રકમ વ્યાજ સહિત ચુકવી દીધી હોવા છતાં વધુ રકમની માગણી કરી ધમકી દેવામાં આવતી હોવાની અને સગા સંબંધીઓને ડી ફોલ્ટર હોવાની વિગતો જાહેર કરી બ્લેક મેઇલીંગ કરતા હોવાની સાયબર ક્રાઇમમાં બે ગુના પાંચ શખ્સો સામે નોંધાયા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મવડી નજીક જીવરાજ પાર્કમાં ધ કોટયાર્ડ ફલેટ નં.404માં રહેતાં અને કાપડની દુકાન ચલાવતાં રજનીકાંતભાઈ અરજણભાઈ સાણજા (ઉ.વ.42)એ અવીનાશ મિશ્રા અને વડીચરલા હરીહરન નામના શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેને પૈસાની જરૂરિયાત હોવાથી ગૂગલ પ્લેસ્ટોરમાંથી ‘ટ્રસ્ટેડમની’ નામની એપ ડાઉનલોડ કરી તેના આધારકાર્ડ, સેલ્ફી ફોટા સહિતની કાગળો માંગતા તેણે તમામ આપી ઓનલાઈન રજીસ્ટર કર્યું હતું.એપની અંદર જતા તેમાં લોન મેળવવા માટે અલગ-અલગ ઓપશન આપેલા હતા. જેમાંથી તેણે ‘માય લોન- 30,000’ હોય તેણે તે પસંદ કરતા તેમાંથી તેના બેંક એકાઉન્ટમાં રૂા.1800 જમા થયા હતા.

ત્યારબાદ તેના વોટ્સએપ નંબર પર ગઈ તા.27/11/22ના કોલ આવેલ અને તેણે જણાવ્યું કે તેને તે આપેલ લોનના રૂા.3 હજાર ભરપાઈ કરવાની છે.જે તમે એ નહીં કરો તો તમારા સગા-સંબંધીને તમે ડિફોલ્ટર છો, તમે લોન ચોર છો એવા મેસેજીસ વાયરલ કરીશું’ કહી ધમકી આપી હતી. જેની બીકના કારણે રૂા.3 હજાર જેમાંથી રૂા.1200 કોલ ક2ના2ે મોકલેલ યુ.પી.આઈ. આઈ.ડી.માં ભરેલા હતા. જેમાં રૂા.1200 ગુગલપે મારફતે મિશ્રા અવીનાશની યુ.પી.આઈ. આઈડી ઉપર અને રૂા.1800 વિડચરલા હરીહરનની આઈડીમાં જમા કર્યા હતા. તેમ છતા અલગ-અલગ વર્ચ્યુઅલ નંબરો પરથી તેને વોટ્સએપ કોલીંગ અને મેસેજ આવતા હતા કે રૂા.3 હજારની લીધેલી લોન ભરેલી નથી. તેણે વધારે પૈસા ભરવાની ના પાડી દેતા તે શખ્સો બદનામ કરવાની ધમકીઓ આપતા હતા. જેથી તેને સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બીજા બનાવમાં રેલનગરમાં લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતાં અને વાસણ સાફ કરવાના લીકવીડ બનાવી વેચવાનું માર્કેટીંગ કરતાં રવિન્દ્રભાઈ મગનભાઈ વાઘેલા (ઉ.વ.33)એ કોઈન કેસ એપના સંચાલકો અને બે વર્ચ્યુઅલ વોટ્સએપ નંબર ધારકો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેણે ‘કોઈન કેસ લોન એપ’ ડાઉનલોડ કરી તેમાં અંદર ગયા બાદ ઓનલાઈન લોન માટેના 21 હજા2, 13 હજાર અને 21 હજારના લોનના ત્રણેય વિકલ્પ પસંદ કરતા કુલ 55 હજારની લોનમાંથી તેના ખાતામાં 34,700ની 2કમ જમા થઈ હતી. દરમિયાન તેને પણ વર્ચ્યુલ નંબર મારફતે ધમકાવતાં તેણે પણ રૂા.60 હજાર રૂપિયા ભરી દીધા હતી.તેમ છતાં આ શખ્સોએ અલગ- અલગ વર્ચ્યુઅલ નંબર મારફતે તેને અને તેના સગા-સંબંધીઓને ફોન અને મેસેજીસ કરી પૈસા પડાવવા હેરાન કર્યા હતા. જેથી તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.