Abtak Media Google News

મગજ અને નાક વચ્ચે આવેલા હાડકાની સર્જરી અંગે અગાઉ દરદીઓને અમદાવાદ જવુ પડતુ હતુ

જામનગરની જી.જી. હોસ્પીટલ માં કાન નાક ગળા વિભાગના ડોક્ટરોએ જટિલ ઓપરેશનોસફળતા પુર્વક પાર પાડ્યા છે. નહીંતોમગજ અને નાક વચ્ચે આવેલા હાડકા ની સર્જરી અંગે અગાઉ દરદીઓને અમદાવાદ જવુ પડતુ હતુ પરંતુ

ડીન ડો. નંદિનીબેન દેસાઇ ,સુપ્રિ ડો. પંકજ બુચ,એચ.ઓ.ડી  ડો.રાજેશવિશ્ર્વકર્મા.,એસોસીએટ પ્રોફે. ડો.દિલાવરસિંહ બારોટ.,એનેસ્થેટીસ્ટ  ડો.વંદના ત્રિવેદી સહિતની તબીબો અને સહાયકોની સંયુક્ત જહેમત નોંધપાત્ર બની રહી છે તેમજ  દરદીઓની સફળ સર્જરી માટે સારી સુવિધા થઇ છે.

સી.એસ.એફ. રાઇનેરીયા એટલે કે મગજનુ પાણી નાકમાંથી નીકળવુ કેમકે નાકના મુળ અને મગજ વચ્ચે એક હાડકુ હોય છે જેથી મગજનુ રક્ષણ થાય છે જો આ હાડકુ તુટેલુ હોય કે ન હોય તો મગજનુ પાણી નાકમાંથી વહે છે. જેને સી.એસ.એફ. રાઇનોરીયા કહે છે.

આ માટે જરુરી ઓપરેશન માટે દરદીઓને અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં મોકલાતા હતા અહી સુવિધા ન હતી. ડો. વિશ્ર્વકર્મા એચ.ઓ.ડી.માં આવ્યા તેમને એક સફળ ઓપરેશન કરાવ્યુ અને તેમના માર્ગદર્શન હેઠળ વધુ છ સફળ ઓપરેશન થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.