Abtak Media Google News

વિશ્વની કુલ ૭૮૦ કરોડની વસ્તીમાંથી આશરે ત્રીજા ભાગની વસ્તી જેનો ઉપયોગ કરે છે એ સોશ્યલ મિડીયા નેટવર્કનાં માલિક આજે આ નેટવર્કથી વિખુટા પડી જવાના ભય હેઠળ જીવી રહ્યા છૈ. ફેસબુકના ૨૯.૩ ટકા જેટલા શેર ધરાવતા મૂખ્ય શેરધારક કે જેની કિંમત ૫૪.૩ અબજ ડોલર જેટલી થાય છે તેના માલિક માર્ક ઝુકરબર્ગને બજારમાં વ્યવસાયિક સ્પર્ધા ખતમ કરવાના હેતુથી જ અન્ય સોશ્યલ મિડીયા નેટવર્ક ખરીદી લીધા હોવાના આરોપ સાથે કાયદાના જાળામાં લપેટવામાં આવ્યા છૈ. અમેરિકાનાં ફેડરલ ટ્રેડ કમિશને ૪૬ સ્ટેટનાં એટર્ની જનરલોએ ભેગા મળીને આ કેસ દાખલ કર્યો છે. જેમાં ખાસ કરીને ફેસબુક દ્વારા ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સઅપની ખરીદી માત્ર અને માત્ર બજારમાંથી પોતાના હરિફોને ખતમ કવાની રણનીતિના ભાગ રૂપે જ થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કેસનો ઉકેલ આવે તે પહેલા તો બીજો કેસ આવી ગયો છે જેમાં ફેસબુકને ૧૦૦ લાખ ડોલરથી વધારેની કોઇ ડીલ કરવા પ્રતિબંધિત કરવાની પણ માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રેડ કમિશન ફેસબુકના સોદાને ગેરકાયદે ઠેરવીને ઝકરબર્ગને ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સઅપ વેચી નાખવાની ફરજ પાડવાની તૈયારી કરી રહ્યું છે.

આજે અમેરિકા જ નહીં, વિશ્વભરમાં ઝુકરબર્ગની ગણતરી  નેટવર્ક કિંગ તરીકે થાય છે. સિલીકોન વેલીના ગોડફાધર તરીકે થાય છે. વોશિંગ્ટન પોસ્ટ અખબારના આંકડા પ્રમાણે ૨૦૦૪ માં ઝકરબર્ગે ત્રણ મિત્રોને સાથે લઇને ફેસબુકની સ્થાપના કરી હતી. જ્યારે ૨૦૧૨ માં ફેસબુકના શેર લિસ્ટ થયા ત્યારે કંપનીની વેલ્યુએશન સોળે કળાએ ખિલી ઉઠી હતી. એપ્રિલ-૨૦માં ફેસબુકની કિંમત ૫૦૭.૯૨ અબજ ડોલર મુકાઇ હતી. જ્યારે તેની નેટ ઇન્કમ ૧૮.૫ અબજ ડોલર નોંધાઇ છે.

આમ જોવા જઇએ તો હાલમાં ફેસબુક વિશ્વનાં મોંઘામાં મોંઘા વકિલની ફી ચુકવવા શક્તિમાન છે. પરંતુ કદાચ ઝકરબર્ગને નમતું જોખવું પડશે. વાતતો એવી પણ આવી છે કે અમેરિકન સરકારી વિભાગમાં આ મામલે દ્વિપક્ષીય જુથો વચ્ચે જાણે રસ્સીખેંચ ચાલ. રહી છે. એક ગ્રુપ ઝકરબર્ગને હિરો બનાવે તો બીજું ગ્રુપ તેને વિલન ચિતરવાના પ્રયાસ કરી રહ્યું છે. સ્વાભાવિક રીતે જ ઝકરબર્ગની ફેવર કરી રહેલું જુથ અમુક ગુપ્ત માહિતીઓ તેના સુધી પહોંચાડતું હોય.  મતલબ કે અમેરિકન સરકારી વિભાગમાં પણ આજકાલ Like અને Leak ની જોરદાર ગેમ ચાલી રહી છૈ.

જ્યાર થી આ મુદ્દો ઉછળ્યો છે ત્યારથી ઝકરબર્ગ તો ઠીક પણ તેના શેરધારકોની ઉંઘ હરામ થઇ ગઇ છે. કારણ કે જો ફેસબુકને ઇન્સટાગ્રામ તથા વોટ્સઅપથી અલગ કરવી પડે તો કંપનીને ભારે નુકસાન થઇ શકે છે. વર્ષ ૨૦૨૦ માં કંપનીના શેરના ભાવ ૩૫ ટકા જેટલા વધ્યા છે. પરંતુ જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે એક સપ્તાહમાં શેરનાં ભાવમાં આશરે ૧૫ ડોલરનું ગાબડું જોવા મળ્યું છે. હાલમાં ખાસ કરીને ડિજીટલ કોમર્સ કંપનીઓમાં ફેસબુકની કનેક્ટીવિટીમાં આ બન્ને સોશ્યલ નેટવર્ક  કેન્દ્ર સ્થાને છૈ. તેથી લાંબા ગાળે ફેસબુકની વેલ્યુએશન ઘટી શકે છૈ. આમેય તે ઝકરબર્ગ બહુ ઓછા સમયમાં આસમાનમાં ચમકતો થયેલો તારો છે. તેનું સામ્રાજ્ય માત્ર દોઢ દાયકામાં ઉભું થયેલું છે. આ દોઢ દાયકામાં પણ ડેટા ચોરી, ટેક્ષ ચોરી, તથા નાણાની હેરાફેરી જેવા કંઇ કેટલાયે આરોપો થયા છે.  ઝકરબર્ગની જ વાત કરીએ તો તેઓ પોતાનું ભંડોળ એક લીમિટેડ લાયેબીલીટી કંપની (LLC) બનાવીને તેમાં ટ્રાન્સફર કરવાના હતા. કારણકે LLC કંપનીમાં ટ્રસ્ટનાં કાયદા લાગુ પડતા નથી. LLC દ્વારા તેઓ ખાનગી કંપનીમાં પણ રોકાણ કરી શકે, જેના કારણે માર્કની પોતાની જવાબદારી ઘણી ઓછી થઇ જાય, અને તેમને પોતે કરેલા દાન પર ટેક્સમાં મોટી રાહત મળે, ઉપરાંત આવા કોઇ કૌભાંડમાં ફસાય તો આરામથી દોષનો ટોપલો નીચેના સ્ટાફ પર ઢોળી શકાય.હવે જ્યારે ૧૨૩ પાનાનાં મુદ્દાઓ સાથે જ્યારે મામલો કોર્ટના દરવાજે પહોંચ્યો છે ત્યારે ઝકરબર્ગની હાલત હા બોલે તો હાથ કપાય અને ના બોલે તો નાક કપાય એવી થઇ છે..! ત્યારે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.