Abtak Media Google News

કટીંગ વેળાએ આર.આર.સેલે દરોડો પાડી ૬૬૨૪ બોટલ શરાબ, ટ્રક અને ત્રણ બોલેરો મળી રૂ. ૪૬.૮૫ લાખનો મુદામાલ કબજે કર્યો :સાત શખ્સોની શોધખોળ

૩૧ ડીસેમ્બરની ઉજવણી માટે સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ધુસાડવામાં આવતો હોવાની માહિતીના આધારે સુરેન્દ્રનગર જીલ્લાના થાન નજીક તરણેતરની સીમમાં વિદેશી દારૂનો જથ્થો જંગી જથ્થો ઝડપી પાડયો છે. પોલીસેના દરોડા દરમ્યાન નાશ ભાગ મચી જવા પામ્યો છે. સ્થળ પરથી ૨૭.૮૦ લાખની કિંમતનો ૬૬૨૪ બોટલ દારુ ટ્રક સહીત ચાર વાહનો મળી રૂ. ૪૬.૮૫ લાખના મુદામાલ સાથે વાડી માલીકની ધરપકડ કરી નાશી છુટેલા મોલડીના બુટલેગર સહીત શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત રાજકોટ રેન્જમાં દારૂ બંધીનું કડક અમલ કરવા આઇ.જી. સંદીપસિંહએ આપેલી સુચનાને પગલે પી.એસ.આઇ. જાવદભાઇ ડેલા સહીતનો સ્ટાફ સુરેન્દ્રનગર પંથકમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે થાન નજીક જેમાં લવજી ખીમાણીની વાડીમાં વિદેશી દારુનું કટીંગ થતું હોવાની રાજદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.દરોડા દરમ્યાન નાશ ભાગ મચી જવા પામ્યો હતો.  વાડીમાં ટ્રકમાંથી અલગ અલગ વાહનોમાં રાખેલા રૂ. ૨૭.૮૦ લાખની કિંમતનો ૨૭૮૦ લાખની કિંમતનો ૬૬૨૪ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે વાડી માલીક જેમાં લવજી ખમાણીની ધરપકડ કરી હતી. પોલીસે જેમાં લવજી ખીમાણીની અટકાયત કરી પ્રાથમીક પુછપરછમાં વિદેશી દારૂનો જથ્થો નાની મોલડીની દીલીપ બાવકુભાઇ કાઠી નામના શખ્સે મંગાવ્યોની કબુલાત આપી હતી. તેમજ દરોડા દરમ્યાન વાહનના ચાલક અને સપ્લાયર સહીત નાશી છુટેલા છ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે દારૂ, ટ્રક અને ત્રણ બોલેરો મળી રૂ. ૨૭.૮૦ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.