Abtak Media Google News

ડેમોમાં પાણીની આવક જાણવા રેઈનફોમ એન્ડ રીવર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ સોફટવેર વિકસાવાયો

રાજકોટ જીલ્લાનું ફલડ કંટ્રોલ ‚મ કુદરતી આફત સામે લડવા સજજ થઈ ગયું છે. હાલ રાજકોટ જીલ્લાની અંદર ૭૯ Vlcsnap 2017 07 03 13H18M36S183ડેમનો કંટ્રોલ કરવામાં આવે છે.જેમાં ૬ મુખ્ય છે. મચ્છુ ૧-૨, ભાદર ૧-૨, ઉંડ-૧ અને બ્રાહ્મણી ૧ હાલ ૧ જૂન થી ૧૫ નવેમ્બર, સુધી ૨૪ કલાક કંટ્રોલ ‚મ કાર્યરત છે. જેમાં પ્રારંભીક સ્તરે વાયરલેસ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. જયારે ૭૦ થી ૮૦ % વરસાદ આવે ત્યારે તાત્કાલીન ધોરણે ફેકસ દ્વારા માહિતી પહોચાડવામાં આવે છે. અને જયારે ભયજનક પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલીક ધોરણે જીલ્લા કલેકટર તથા પોલીસ કમિશ્નર ને જાણ કરવામાં આવે છે.અને દર એક કલાકે એક બીજા ને જાણ કરી માહિતી આપવામાં આવે છે. સાથે સાથે દરરોજ ગાંધીનગર પણ આ ડેટા પહોચાડવામાં આવે છે. ડેટાને જલ્દીથી એકબીજા સુધી પહોચાડવા માટે એનઆઈસી દ્વારા રેઈનફોમ એન્ડ રીવર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ નામનો સોફટવેર પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેના દ્વારા ઝડપથી ડેટા ટ્રાન્સફર થઈ શકે છે. હાલ જો રાજકોટ જીલ્લામાં પણ આંતરીક વરસાદની પરિસ્થિતિ સર્જાય તો ફલડ ટીમ તે માટે પૂરેપૂરી સજજ છે.

અધિક્ષક ઈજનેર ચોવટીયાના માર્ગદર્શન નીચે ફલડ કંટ્રોલની ૩ શિફટમાં કામગીરી ચાલે છે. જેમાં ફલડ કંટ્રોલ ‚મના મોનીટર આર.કે. બાબરીયા પૂરી ટીમ સાથે સજજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.