Abtak Media Google News

મોરબીના રફાળેશ્વર ગામ નજીકથી ગોડાઉન ભાડે રાખી નકલી વિદેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો. નકલી દારૂની ફેક્ટરી ઉપર મોરબી ક્રાઇમ બ્રાંચે દ્વારા રેઇડ કરી પરપ્રાંતીય 11 શખ્સોને ઝડપી લઇ નકલી દારૂ બનાવવામાં વપરાતા સાધન સામગ્રી સહીત રૂ.15.65 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો માસ્ટર માઈન્ડ હરિયાણાનો શખ્સ રેઇડ દરમિયાન હાજર મળી આવ્યો ન હતો જેથી તેને ફરાર દર્શાવી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીના કારોબારમાં હજુ વધુ આરોપીઓ પકડાવવાની આશંકા સેવાઈ રહી છે.

2832 ડુપ્લીકેટ દારૂ ભરેલી બોટલ, 28200 કાચની ખાલી બોટલ, પ્લાસ્ટીકના બેરલ, કેમિકલ, બોટલ સીલ મશીન અને પેકીંગ બોકસ મળી રૂ. 15.65 લાખનો મુદામાલ કબ્જે

મોરબી જીલ્લા પોલીસ દ્વારા દિવાળીના તહેવારો અનુસંધાને પ્રોહિબિશનની પ્રવૃતિઓ ઉપર ચાંપતી નજર રાખવા સતત પેટ્રોલિંગ કરી પ્રયત્નશીલ હોય તે દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને  હકિકત મળેલ કે, જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્વર રેલ્વે ફાટક પાસે રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ખાતે આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉન ભાડેથી રાખી તેમાં સુરેશકુમાર આત્મારામ ડુકીયા રહે.

સીરસા (હરીયાણા) તેના સાગરીતો મારફતે ફીનાઇલ બનાવવાની આડમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ બનાવી તે દારૂ બોટલોમાં પેકીંગ કરવાની ગે.કા. પ્રવૃતી કરે છે. જે હકીકત આધારે રેઇડ કરતા મેકડોવેલ્સ-01 કલેકશન વ્હીસ્કી 750 એમ.એલ.ની 2,832 નંગ બોટલો, બોટલોમાં ભરવા માટેનો તૈયાર ડુપ્લીકેટ બનાવેલ ઇંગ્લીશ દારૂ 2,500લીટર, ખાલી કાચની 28,200 નંગ બોટલ, નાના મોટા પ્લાસ્ટીકના ખાલી બેરલો નંગ-19 , નાની મોટી પાણીની ટાંકીઓ નંગ-04, મોબાઇલ ફોન નંગ-06, કેમીકલ ફીલ્ટર કરવા માટેનુ મશીન, આરો પ્લાન્ટ, બોકસ પેકીંગના પુઠ્ઠાઓ, સ્ટીકરો, લેબ ટેસ્ટીંગ કીટ, બોઇલર, બોટલ શીલ મશીન, ઇલેકટ્રીક પ્રવાહી મશીન, અલગ અલગ કેમીકલો, પાવડર, મળી કુલ કી.રૂ. 15,65,300/- ના મુદામાલ સાથે આરોપી બિશ્ર્વજીત સાદુરામ રામસહાય જાટબ ઉવ.27, ચન્દ્રપકાશ હેતરામ રામદયાલ જાટબ ઉવ.24, રીંકુ શિવપાલ રગુનાથ કશ્યપ ઉવ.19, રંજીત રોહનલાલ રામસાહય જાટવ ઉવ.19, રાજકુમાર અઝઝુદીલાલ કેસરી ધોબી ઉવ.27, રવિ જયરામ કોમીલ જાટબ ઉવ. 28, લીલાધર ધરમપાલ મેવારામ જાટબ ઉવ.22, નિલેશ ગજેન્દ્રપાલ નોખેલાલ રાઠોડ ઉવ.23, ધર્મેન્દ્ર જંગબહાદુર નથ્થુ કશ્યપ ઉવ.22 રહે. ઉપરોક્ત આરોપી હાલ જાંબુડીયા ગામની સીમમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરીની ઓરડીમાં મુળ ગામ સિઉરા ગામ પોસ્ટ મીરાનપુર કટરા થાના કટરા તા. તીલહર જી.સાહજહાપુર (ઉતરપ્રદેશ) તથા સચીનકુમાર સન્તરામ રામઅંજોર કોરી ઉવ.28 મુળગામ ગાજીપુર તા.જી.અમેઠી (ઉતરપ્રદેશ), બલવાનસિંહ દોલતસિંહ કમોતસિંહ ચૌહાણ ઉવ.53 રહે.મુળગામ ગ્વાલીયર પ્રસાદનગર(મધ્ય પ્રદેશ) મુળગામ ઉચાડ તા,ઇન્દરગઢ જી. ઘટીયા (મધ્ય પ્રદેશ) મળી આવતા તમામની  ધરપકડ કરી છે.

પોલીસની રેઇડ દરમિયાન નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી માટે બાલાજી એન્ટરપ્રાઇઝ ગોડાઉન ભાડે રાખનાર મુખ્ય સૂત્રધાર સુરેશકુમાર આત્મારામ ડુકીયા રહે.સીરસા (હરીયાણા) હાજર મળી ન આવતા તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી છે.

મોરબી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ, પીએસઆઇ એન.એચ. ચુડાસમા, કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા અને એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.